________________
એક હજાર વર્ષ અનાર્ય દેશમાં પસાર કર્યા. ત્યારબાદ અનુક્રમે વિહાર કરતા અષાના પુરિમતાલ પરામાં પધાર્યા. ત્યાં અઠ્ઠમને તપ કરી વડના ઝાડ નીચે ભગવન કાઉસ્સગ્રુધ્યાને રહ્યા. ફાગણ વદ અગિયારસને દિવસે પ્રભાતકાળે પ્રભુને અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી અને અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
કેવળ જ્ઞાનને મહોત્સવ-સમવસરણની રચના ઈન્દ્રાદિ દેવેનું આગમન.
આ સમયે સર્વ ઇદ્રોના આસન કંપાયમાન થયાં. દેવલમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા લાગી. દેવતાઓ અવધિજ્ઞાનથી પ્રભુને કેવળજ્ઞાનને સમય જાણી સમવસરણમાં આવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પ્રથમ સીધર્મેન્દ્ર આવે બીજા ઈન્દ્રો પણ ઘણી ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. સમવસરણનું વર્ણન.
તે સમયે વાયુકુમાર દેવતાએ સમવસરણને માટે એક યોજન પૃથ્વી કાંટા-કાંકરા કાઢી સાફ કરી. મેઘકુમાર દેવતાઓએ તે ભૂમિ ઉપર સુગંધી જળની વૃષ્ટિ કરી. વ્યંતર દેવોએ સુવર્ણ, માણેક અને રત્નના પાષાણથી ભૂમિતળ બાંધ્યું અને તેની ઉપર પચરંગી સુગંધીદાર
પુ ર્યા . તેમ જ રત્ન, માણેક અને સુવર્ણના તારણે બાંધી દીધાં. સમવસરણની અંદરના ભાગને પ્રથમ ગઢ વિમાનવાસી દેએ રત્નમય બનાવે; મધ્યમાં જતિષ દેવતાઓએ સુવર્ણને બીજે ગઢ અને તેની ઉપર રત્નમય કાંગરા બનાવ્યા. ત્રીજો રૂપાને ગઢ ભવનપતિ દેએ બાહ્ય ભાગ ઉપર ર. દરેક ગઢમાં ચાર ચાર દરવાજા હતા. તે દરવાજાને ચાર રતાવાળી સુવર્ણકમળની વાપિકાઓ કરી હતી. બીજા ગઢમાં ઇશાન ખૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે એક દેવછંદ રચ્યું હતું. અંદરના પ્રથમ ગઢમાં, પૂર્વ