________________
સમાન છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હેય તે હાથી, ઘેડા વગેરે ગ્રહણ કરે, પણ સંયમરૂપી સામ્રાજયને ગ્રહણ કરનારા પ્રભુને તે એ સર્વે દગ્ધ થયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હાય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે. આ દયાળુ પ્રભુ તે સર્વે જીવને અભય આપનારા છે. તેઓ ફક્ત એષણીય, કલ્પનીય અને પ્રાસુક અન્નાદિકને ગ્રહણ કરે છે, પણ તમે તે જાણતા નથી. પ્રમુના દર્શનથી મને જાતિ મરણ જ્ઞાન થયું છે. તેથી એષણીય આહાર કેને કહેવાય તેની મને ખબર પડી. એટલે મેં પ્રભુને એષણીય ઈક્ષરસ વહેરાવ્યો.” બાહુબલિએ કરેલી ધર્મચક્રની સ્થાપના.
પારણા બાદ વિહાર કરતા કરતા પ્રભુ તક્ષશિલાના પરિ સરમાં આવ્યા અને તક્ષશિલાની બહાર ઉદ્યાનમાં કાઉસગ ધ્યાને રહ્મા. ઉધાનપાલકે રાતે બાહુબલિને વધામણી આપી કે “ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા છે... બાહુબલિએ મહોત્સવ પૂર્વક પ્રભુને વંદન કરવા જવાનો વિચાર કર્યો અને તે અંગે રાતોરાત તડામાર તૈયારીઓ પણ કરાવી; પણ ઉદ્યાને પહોંચતા બાહુબલિને ખબર પડી કે “ભગવંત વિહાર કરી ગયા છે. બાહુબલિના પશ્ચાતાપને પાર રહ્યો નહિ. પશ્ચાતાપ કરતા બાહુબલિને આશ્વાસન આપતા પ્રધાને કહ્યું, “પ્રભુની આ પાદરેખાને પ્રભુનું પ્રતીક માની તેનું પૂજન કરે” બાહુબલિએ તે પગલાને વંદન કર્યું અને તેને કઈ ઉલ્લંઘન કરી આશાતના ન કરે એ બુદ્ધિથી ત્યાં હજાર આરાવાળુ રત્નમય ધર્મચક્ર બનાવી પ્રતિષ્ઠિત કર્યું. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ.
પ્રભુ પવનની પેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. પિતાના દર્શનથી અનાર્ય લેકેને પણ ભદ્રિક પરિણામી બનાવતા તેમણે