________________
મળનું પૂજન કર્યા પછી જ ઉચિત કાર્ય કરતા હતા.
પ્રભુએ કરેલ પારણાથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિરમય પામી રાજાઓ અને નગર લેકે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કચ્છ અને મહાકછ વગેરે તાપસે પણ પ્રભુના પારણની વાત સાંભળી ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકો વગેરે પ્રયાસને આ પ્રમાણે કહેવા લાગ્યા “હે કુમારા તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારો આપેલ ઈક્ષરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વરવ આપતા હતા તો પણ તેને તૃણ તુલ્ય ગણું પ્રભુએ સ્વીકાર્યું નહિ અને અમારા ઉપર પોતે પ્રસન્ન થયા નહીં પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારૂં કેઈિનું આતિથ્ય ગ્રહણ ક્યું નહી; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે. અમારા મંદિરમાં વિશ્રામ કરે તથા અમારા વસ્તુનું ગ્રહણ કરવું તે તો દૂર રહો; પણ આજ સુધી વાણીથી પણ પ્રભુએ અમને સંભાવિત કર્યા નહીં. જેમણે પૂર્વે વર્ષો સુધી અમારૂં પુત્રની પેઠે પાલન કર્યું, તે પ્રભુ જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.”
શ્રેયાંસે કરેલો ખુલાસે શ્રેયાંસે કહ્યું, “તમે શા માટે એમ કહે છે? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરિગ્રહધારી રાજા નથી; પણ હાલમાં તે તેઓ સંસાર સમુદ્ર પાર કરવા માટે યતિ થયેલા છે. જેને ભેગની ઈચ્છા હોય તે સ્નાન, અંગરાગ, આભૂષણ અને વસ્ત્રને ઉપયોગ કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હેય. જેઓ કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે, પણ કામદેવને જીતનારા સ્વામિને તે કામિનીએ અત્યંત પણે પાષાણ