________________
એમ જોયું કે “ઘણું શત્રુઓથી વીંટાયેલ કઈ મહાન રાજાએ શ્રેયાંસની સહાયથી જ્ય મેળવ્યો. અને તે નગરના સુબુદ્ધિ શેઠે પણ સ્વમમાં એમ જેયું કે “સૂર્યથી ચવેલાં હજાર કિરણે શ્રેયાસે પાછા સૂર્યમાં જોડી દીધો. આ ત્રણે જણાએ રાજસભામાં પ્રભાતે પોતાના સ્વપ્ન નો વિચાર કર્યો પણ તેમાંથી, શ્રેયાંસને કેઈ અપૂર્વલાભ થશે એથી વધુ રહય શોધી શક્યા નહિ.
પ્રભુનું લકેથી કરાતું આતિથ્ય હવે પ્રભુ તે જ દિવસે ભિક્ષા માટે હસ્તિનાપુર (ગજપુરનું બીજું નામ) નગરમાં આવ્યા. પ્રભુને જોઈ પીરજનો ઘણા હેતથી તેમની આસપાસ વીંટળાઈ વળ્યા કોઈ કહેવા લાગ્યા છે પ્રભુ, અમારા ઘર ઉપર અનુગ્રહ કરે, કેમકે વસંત ઋતુની જેમ તમે ચિરકાળે દેખાય છે કેાઈ કહે, “સ્વામિન! નાન કરવાને યોગ્ય જળ, તેલ વસ્ત્ર અને પીઠી વગેરે પદાર્થો તૈયાર છે. તેથી આપ સ્નાન કરે અને પ્રસન્ન થાઓ” કઈ કહે, “હે જગત રત્ન ! કૃપા કરી મારા રત્ન અલંકારને આપના અંગમાં ધારણ કરે કઈ કહે, “સ્વામિનું ! દેવાંગના જેવી મારી કન્યાને આપ ગ્રહણ કરે; આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ કાઈ કહે, “હે રાજકુંવર ! આપ પગે શા માટે ચાલો છો ? પર્વત જેવા મારા કુંજર ઉપર આરૂઢ થાઓ” કેઈ કહે, “સૂર્યા સમાન મારા ઘડાને આપ ગ્રહણ કરે, આતિથ્ય ગ્રહણ ન કરવાથી અમને અગ્ય કેમ કરે છે” કાઈ કહે “આ જાતવંત ઘોડાઓ જોડેલા મારા રથને સ્વીકાર કરે; આપ સ્વામી જયારે પગથી ચાલે ત્યારે એ રથની અમારે શી જરૂર છે ?” કેઈ કહે, “હે સ્વામી! અમે શે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન હોય તેમ ઉત્તર આપતા નથી ?”