________________
ધરણેન્દ્ર કહ્યું, “તમે ભરત પાસે જાઓ અને યાચના કરે.” ત્યારે નમિ વિનમિએ કહ્યું, “આ વિશ્વના સવામીને પ્રાપ્ત કર્યા પછી અમે બીજો સ્વામી કરીશું નહિ. ભરત વગેરેનું કલ્યાણ થાઓ. જે મળશે તે પ્રભુ પાસેથી જ મળશે. આપ અમારી જરા પણ ચિન્તા ન કરે” ધરણેન્દ્ર તેમના જવાબથી પ્રસન્ન થે અને કહ્યું, “ તમે સત્ય કહે છે. પ્રભુ સેવા સામાન્ય રાજ્ય તે શું પણ ત્રણ લોકનું સામ્રાજ્ય અપાવી શકે છે. તમારી સ્વામિ ભક્તિથી સંતુષ્ટ થઈ હું તમને વિદ્યાધરની રાજ્ય ઋદ્ધિ આપું છું. એ તમને પ્રભુની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણજે એમ કહી ગૌરી, પ્રજ્ઞપ્તિ વગેરે ગણવા માત્રથી જ સિદ્ધ થાય એવી વિધાઓ આપી. આ પ્રભુ ભક્તિને પ્રતાપ પોતાના પિતા તથા ભરતને જણાવી પિતાને પરિવાર સાથે લઈ, બને કુમાર વૈતાઢય તરફ ઉપડયા. ત્યાં વિદ્યાના બળે નમિએ વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ એણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તર શ્રેણિમાં આઠ નગર વસાવ્યાં નમિએ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂર ચક્રવાલમાં પોતાની રાજધાની સ્થાપી અને વિનમીએ સાઠ નગરની મધ્યમાં આવેલ ગગનવલ્લમમાં પોતાની રાજધાની સ્થાપી દરેક નગરની મધ્યમાં ઋષભદેવ પ્રભુના બિંબને સ્થાપન કર્યું.
ધરણેન્દ્રને આદેશ વિદ્યાધર વિદ્યાથી છકી જઈ કઈ અનર્થ ન કરે માટે ધરણે તેમને જણાવ્યું, “તમને વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે, , છતાં પણ તમારામાંથી કોઈ એ અભિમાનથી અક્કડ બની જિનેશ્વર ભગવાન, જિનચૈત્ય, ચરમ શરીરી અને કાઉસ્સગ્નમાં રહેલા મુનિઓની આશાતના કરશે, તે આળસુને જય લક્ષ્મી