________________
સહન કરી શકે છે. આપણે તે અન્ન વિના મરવા પડીએ છીએ. હવે આપણે ઘેર જઈએ તો પણ આપણું ફજેતી થાય; આપણું રાજ્ય ભરતે લઈ લીધાં. શું હવે આપણે ભરતને શરણે જઈ ફરી માગણી કરીએ કે અમને અમારું રાજ્ય પાછું આપે ?” કચ્છ મહાકએ જવાબ આપે, “જે જાતને તમને વિચાર આવે છે તે જ અમને આવે છે. ભગવાનના અમે સેવક છીએ, તેથી ભગવાન જે આદેશ આપે તે મુજબ અમે કાર્ય કરીએ. પણ ભગવાન તો બીલકુલ બેલતા જ નથી; અને હવે ઘેર પાછા જવામાં આપણી શી મહત્તા રહે? સ્વયંભૂરમણ સમુદ્રનું તળિયું જેમ અગાઘ છે તેમ પ્રભુ શું વિચારે છે તે જાણવું અમારે માટે મુશ્કેલ છે. જેમ તમે મુંઝાઓ છો તેમ અમે પણ મુંઝાઈએ છીએ ?' આખરે તે સર્વે એક વિચાર કરી, ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં તેઓ શુષ્ક, પત્ર ફળાદિક ખાઈ જીવન નિર્વાહ કરવા લાગ્યા અને જટાધારી તાપસે થઈ વિચારવા લાગ્યા.
નમિ વિનમિની ભગવાન પાસે રાજ્યની માગણી
કરછ મહાકચ્છને નમિ વિનમિ નામે બે પુત્રો હતા, તે બન્ને ભગવાનની આજ્ઞાથી ભગવાનની દીક્ષા પહેલાં દૂર દેશાંતર ગયા હતા. તેઓ પાછા આવતાં વનમાં પોતાના પિતાને જોઈને વિચારવા લાગ્યા, “રાજ્ય વૈભવમાં રાચતા, સેવકોની ખમીખમ પિકારાતા આપણા પિતા આજે ખુલ્લા પગે જંગલના ઘાસની પેઠે આડાઅવળા વાળથી કદરૂપા બનેલા અને રેતથી વ્યગ્ર શરીરવાળા જંગલમાં કેમ ફરે છે?” તેમણે નમ્રતાથી પૂછ્યું “ઋષભદેવ જેવા નાથ છતાં આપની આવી દશા કેમ થઈ ?” જવાબમાં તેમણે કહ્યું, “ભગવાને દીક્ષા લીધી તેથી અમે તેમની સાથે દીક્ષા લીધી છે. દીક્ષાના દિવસથી જ પ્રભુ મૌન રાખે છે. ટાઢ, તડકે, ભય