________________
૩૯
વગેરે કાંઈ ગણતા નથી. અમે પૂછીએ છીએ તેને કઈ જવાબ પણું તેમની પાસેથી મળતું નથી, આથી અમે તેમના જેવા ઉત્કટ પરિસહ નહિ સહન કરી શકવાથી આ તપોવનમાં વસીએ છીએ.”
આ જવાબ સાંભળી નમિ વિનમિ પ્રભુ પાસે ગયા અને તેમને વંદન કરી કહેવા લાગ્યા, “પ્રભુ આપે અમને દેશાંતર મોકલ્યા અને પછીથી આપે ભરત વગેરેને સર્વ રાજય વિહેંચી આપ્યું. આપે અમને તે યાદ કર્યા જ નહીં. આપને અમારે શો અપરાધ લાગે? હે પ્રભુ! અમને તો આપને જ આધાર છે; અમારે બીજો કોઈ સ્વામી નથી કે તેની પાસે માગીએ.”
ભગવાન તે મુદ્દલ ઉત્તર આપતા નથી નમિ વિનમિ પ્રભુની આગળ ત્રણ કાળ પુષ્પથી અને ક્ષેત્રની શુદ્ધિથી સેવા કરી, “હે ભગવન! રાજ્ય આપે એ રીતે માગણી કરે છે.
નમિ વિનમિતે ધરણેન્દ્ર વિદ્યાધર બનાવ્યા
એક વખત નાગકુમારને અધિપતિ ધરણેન્દ્ર ભગવાનને વન્દન કરવા ત્યાં આવ્યો. તેણે તે બન્ને રાજકુમાર ને રાજ્યલક્ષ્મીની યાચતા કરતા અને પ્રભુની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે તેમને પૂછયું, “તમે કોણ છો? નિઃસંગ પ્રભુ પાસે રાજ્યની માગણી કરો છો તે ભગવાને સાંવત્સરિક દાન આપ્યું ત્યારે તમે ક્યાં ગયા હતા ? હાલ તે સ્વામી આકાંક્ષા રહિત અને રાગ દ્વેષથી મુક્ત થયા છે. આ પણ પ્રભુને સેવક છે એમ ધારી બન્ને કુમારોએ માનપૂર્વક તેને કહ્યું,
પ્રભુએ આજ્ઞા કરી અમને કેઈ સ્થાને મોકલ્યા. પછી ભરત વગેરે પિતાના પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. અમને શ્રદ્ધા છે કે પ્રભુ અમને રાજ્ય આપશે જ. તેમની પાસે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકેએ તે સેવા કરવી.” પછી