________________
૨૮
તેથી પણ વધારે પડતો કાળ આવે, અને યુગલિયાઓ તે બન્ને દંડ નીતિને ગણકારવા ન લાગ્યા તેથી પ્રસેનજિત નામના પાંચમા કુલકર, મરૂદેવ નામના છઠ્ઠા કુલકર અને નાભિ નામના કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારરૂપ દંડ નીતિ અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલિયાઓનો અપરાધ થતાં એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા; પરંતુ પડતા કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષા અધિક વધવા લાગ્યા તેથી તેઓ ત્રણે દંડ નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધ વધવા લાગ્યા, તેથી યુગલિયાએ એકત્ર થઈ પભુને જ્ઞાનાદિ ગુણોથી અધિક જાણે તેમને હકીક્ત નિવેદન કરી. પ્રભુએ કહ્યું, “લેકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનાર રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલું હોય છે અને તેને સલાહ આપવા પ્રધાનમંડળ હોય છે. આ પ્રમાણે પ્રભુના વચનો સાંભળી યુગલિયા બેલ્યા, “અમારે પણ આ રાજા છે. પ્રભુએ કહ્યું, “તમે નાભિ કુલકર પાસે જઈ રાજાની માગણી કરે. “ત્યાર પછી યુગલિયાઓએ નાભિ કુલકર પાસે જઈ રાજાની માગણી કરી, ત્યારે નાભિ કુલકરે કહ્યું, “તમારો રાજા ઋષભ જ થાઓ.” તે સાંભળી હર્ષ પામેલા યુગલિયાઓએ પ્રભુ પાસે જઈ તે હકીક્ત નિવેદન કરી, પ્રભુને રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સરોવર તરફ ગયા. ઇન્દ્ર કરેલો પ્રભુને રાજ્યાભિષેક:
આ સમયે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિ જ્ઞાનથી પ્રભુને રાજયાભિષેક જાણું અને પ્રથમ તીર્થકરને રાજ્યાભિષેક કરવાને