________________
૨૮
સુમ ગળાની સાથે દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. દેવતાઓ પણ પાતે પાતાને સ્થાને ગયા. એવી રીતે પ્રભુએ બતાવેલી વિવાહની વિધિ લેાકમાં પ્રવતી.
પ્રભુના પુત્ર, પુત્રી આદિ પરિવાર
સુનંદા અને સુમંગળા સાથે ભેગ ભાગવતા પ્રભુને લગભગ છ લાખ પૂર્વ વ્યતીત થયાં. તે સમયમાં સુમ་ગળાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યા તથા સુનંદાએ બાહુબલિ અને સુંદરીરૂપ યુગલને જન્મ આપ્યા. ત્યાર પછી સુમંગળાને ખીજાં આગણુ પચાસ પુત્ર યુગલ એટલે અઠ્ઠાણું પુત્ર થયા.
પ્રથમ રાજા
કુંલકરાના સમયમાં ચાલતી દંડ નીતિ :
પહેલાં યુગલિયાએ ધણા સરળ હતા, તેથી તેમાં વિવાદ થતા નહિ. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યા અને તે પરરપર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલવાહન નામના પહેલા કુલકર અને ચક્ષુષ્માન નામના બીજા કુલરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઈ. તે વખતે જે યુગલિયા અપરાધ કરતા, તેને હકારરૂપ દંડ નીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમ સમુદ્રની ભરતીનું જળ મર્યાદાને ઉલ્લંધે નહિ તેમ હંકાર શબ્દથી શિક્ષા કરેલ યુગલિયા તેની મર્યાદા ઉલ્લધતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતા ખરાબ કાળ આવતા ગયા, તેથી ચશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચંદ નામના ચાથા કુલકરના વખતમાં યુગલિયાએ તે હકારરૂપ દંડ નીતિનું ઉલ્લંધન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચાથા કુલકરના વખતમાં થોડા અપરાધ થતાં હકારરૂપ દંડ નીતિ અને મોટો અપરાધ થતાં મકારરૂપ ક્રૂડ નીતિ થઈ. ત્યાર પછી