________________
રએ અને તેને સુધર્મ સભા જેવો શણગાર્યો અને દેવીએ
અને અપ્સરાઓ તે મંડપમાં આવી ઘણા હર્ષથી લગ્નની સામગ્રીઓ તૈયાર કરવા લાગી. કેટલીક દેવીઓએ સુનંદા અને સુમંગળાને અનેક ઉત્તમ દ્રવ્યોથી અત્યંગ કરી રત્નાન કરાવ્યું. ત્યાર પછી દિવ્ય વસ્ત્રાભરણે પહેરાવી તે દેવીઓએ તેમને તેડી, મા ભુવનની અંદર સેનાના આસન ઉપર બેસાડી. એક તરફ દેવતાઓ પ્રભુને સ્નાન વિલેપન કરી, આભૂષણથી શણગારી, દિવ્ય વાહનમાં બેસાડી, મંડપ સમીપ લાવ્યા. પછી પ્રભુ વાહનમાંથી ઉતરી મંડપ દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. તુરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ, અગ્નિ અને મીઠું અંદર હોવાથી, તડતડાટ કરતું એક સરાવ, સંપુટ દ્વારના મધ્ય ભાગમાં મૂક્યું. તેમજ મંગળ પદાર્થોવાળો રૂપાને થાળ પ્રભુની આગળ મૂક્યો. એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરી, જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊંચે કરી, અર્ધ આપવા ઊભી રહી. “હે અર્ધ આપનારી, આ અર્થ આપવા લાયક વરને અર્ધ આપ. ક્ષણવાર માખણ ઉડાડ. થાળમાં દહીં લાવીને ફેંક. આ વરરાજા તોરણ દ્વારમાં આવી ઉભા છે. તેમણે દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો છે. વાયુથી પુષ્પો ખરી પડે છે. અને ચંદન સૂકાઈ જાય છે. માટે હવે વરને ઘણીવાર રેકી ન રાખ.” એવી મતલબના ગીત ગાતાં ગાતા એક દેવીએ વરરાજાને અર્ધ આપે. પછી તે દેવીએ ધવલમંગળની પેઠે શબ્દ કરતા પોતાના કંકણ સહિત પ્રભુના પાળને, ત્રણવાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પિતાની વામ પાદુકા વડે સરાવ સંપુટ ભાગી નાખ્યું. હસ્તમેળાપ-અષ્ટ મંગળ પૂરા થતાં સુધી અગ્નિ પ્રદક્ષિણા :
પછી અર્ધનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને પ્રભુને માતૃ ભુવનમાં ખેંચી જઈ સિંહાસન ઉપર બેસાડયા. સુંદરીઓએ