________________
પ્રજાલકને ક્ષત્રિય કુળમાં સ્થાપ્યા. અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ કલાનું પ્રભુએ
કરેલ પ્રવર્તન હવે કાળની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં કલ્પવૃક્ષના ફળો મળતાં ન હતાં; તેથી લેકે ઘણું ખરું વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફળાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે, ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને, તેના ફોતરાં કાઢી નાખી, પાંદડાના પડીયામાં જલથી ભીંજાવી, કેટલેક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી, પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી, પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી, કેટલેક વખત કાંખમાં ગરમી લાગે તેમ રાખી, પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા ઉપાયો કરવા લાગ્યા.
એવામાં એક વખત, વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયા અને તૃણ કાષ્ટાદિકને બાળવાથી તેની જવાળાઓ વધવા લાગી. કેઈપણ વખત ન દેખેલા તે અગ્નિને જોઈ વિસ્મિત થયેલ યુગલિયાઓએ, નવીન રત્ન સમજી, તેને ગ્રહણ કરવા હાથ લાંબા કર્યા, પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઈ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું, “હે યુગલિકે! એ અગ્નિ ઉત્પન્ન થયે છે, માટે હવે તમે તે અગ્નિમાં ચોખા વગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમને સુખેથી પચશે.” આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી, અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પક્વવાને અભ્યાસ ન હોવાથી, ઉપાયને