________________
બરાબર ન જાણતા એવા તેઓ, ચિખા વગેરે ધાન્યને અગ્નિમાં નાખી, કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળ માગતા હતા, તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય ભાગવા લાગ્યા. પરંતુ અગ્નિથી તે બધું ધાન્ય બળી ગયેલું જોઈને, “અરે! આ પાપાત્મા પોતે જ બધું જ ખાઈ જાય છે. આપણને કોઈ પણ પાછું આપતું નથી, માટે તેને આ અપરાધ પ્રભુને કહી તેને શિક્ષા કરાવીશું.” આ પ્રમાણે બોલતા અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભેળા મનુષ્ય પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતા પ્રભુને હાથી ઉપર બેસીને સામા આવતા જોઈ, પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બેલ્યા,
હે સ્વામિન ! એ અગ્નિ તે નાખેલા સમગ્ર ધાન્યને ભૂખાળે થઈ એકલે જ ખાઈ જાય છે. અમને કોઈ પણ પાછું આપતો નથી” પ્રભુએ કહ્યું, “તમારે વાસણ બનાવી ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઈએ અને પછી જ ખાવું જોઈએ.” એમ કહીને પ્રભુએ યુગલિ પાસે જ ભીની માટીને પિંડ મંગાવ્યું. તે પિંડને હાથીના કુંભસ્થલ ઉપર મૂકાવી,માવત પાસે તેનું વાસણ બનાવરાવી, પ્રભુએ પહેલું કુંભારનું શિલ્પ પ્રગટ ક્યું. પછી પ્રભુએ તેઓને કહ્યું,
આવી રીતે બીજા પણ પાત્રો બનાવો અને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી, પછી ભક્ષણ કરે.” પ્રભુએ બતાવેલી કલાને બરાબર ધ્યાનમાં રાખી, તે યુગલિયાઓ તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા. એવી રીતે પહેલી કુંભારની કલા પ્રવતી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કલારૂ પ ચાર કલાઓ પ્રગટ કરી. આ પાંચ મૂળ શિનાં પ્રત્યેકના વીસ ભેદ થવાથી એસે શિલ્પ થયાં.
લેકેની જીવિકા માટે ભગવતે તૃણહર, કાષ્ટહર, કૃષિ અને વ્યાપાર કર્મો ઉત્પન્ન કર્યા. ભગવાને મોટા પુત્ર