________________
૩૦
પેાતાના આચાર જાણી, તુરત દેવતાઓ સહિત પ્રભુ પાસે આન્યા. પછી તે સૌધર્મેન્દ્ર, સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું અને દેવાએ લાવેલા તીર્થંજલ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રશ્નને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા અને ચાગ્ય સ્થળે રત્નના અલંકાર) તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુને રાજ્યાભિષેક કર્યાં.
એટલામાં યુગલિયા 8મળના પત્રમાં જળ લઇ આવ્યા. તે પ્રભુને દિવ્ય વસ્રો અને આભૂષણાથી અલંકૃત થઈ સિંહાસન ઉપર બેઠેલા દેખી વિસ્મય પામ્યા “દ્રિવ્ય વસ્રો અને આભૂષણાથી અલ'કૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જળ નાખવુંન ધટે ‘એમ ક્ષણવાર વિચાર કરી તેઓએ પ્રભુના ચરણુ ઉપર જળ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્રે વિચાર્યું, “અહા ! આ મનુષ્ય વિનીત એટલે વિનયવાળા છે એમ વિચારો તેણે કુબેરને આજ્ઞા કરી કે, અહી' ખારયેાજન લાંબી અને નવયાજન પહાળી એવી વિનીતા નામની નગરી બનાવે. એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી, ઇન્દ્ર પેાતાને સ્થાને ગયેા ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે ભારયેાજન લાંબી અને નવ ચાજન વિસ્તારવાળી, હવેલીની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશાભિત એવી વિનીતા નગરી વસાવી.
ઋષભદેવ પ્રભુ પાતાના સંતાન પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમણે ઊંચી જાતના ઘેાડા, હાથી, બળદ અને ગાયા વગેરેના સગ્રહ કર્યાં. વળી ઉગ્ર, ભાગ, રાજન્ય અને ક્ષત્રિયરૂપ ચાર કુળ સ્થાપ્યાં, તેએમાં જે ઉગ્ર દંડ કરનારા હતા. તેમને ઉગ્ર કુળમાં સ્થાપ્યા. કાટવાલ વગેરેના આ ઉગ્ર કુળમાં સમાવેશ થતા જેમ ભાગને ચાગ્ય હતા તેમને ભાગ કુળમાં સ્થાપ્યા. જેએા સમાન વયવાળા હતા તેમને રાજન્ય કુળમાં સ્થાપ્યા અને બાકીના પ્રધાન