________________
૩૫ રીતે ભગવંતને જાતા જોઈ સર્વે નગરવાસીઓ, બાળકે જેમ પિતાની પછવાડે દેડે, તેમ દેડવા લાગ્યા. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ, બાળકોને તેડી ઊભી રહી હતી; કેટલીક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર ધાણું નાખતી હતી. તેઓ પોતાના પુણ્યબીજ વાવતી હોય એમ જણાતી હતી. આ બાજુ પિતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતા, આકાશમાં આવવા લાગ્યા. પિતાના ગામે પહોચેલા વટેમાર્ગુ માફક આ સ્વામી, આ સ્વામી એમ પરસ્પર બોલતા તેઓ પોતાના વાહનોને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘેડા તથા રથી આકાશમાં જાણે બીજી વનિતા નગરી વસી હોય તેમ જણાતું હતું. પ્રભુ અનેક દેવતાઓ અને મનુષ્યોથી વિંટાઈ રહ્યા. તેમની બંને બાજુ ભારત અને બાહુબલિ શોભતા હતા. માતા મરૂદેવી, પત્નીઓ (સુનંદા અને સુમંગળા) પુત્રોએ (બ્રાહ્મી અને સુંદરી) અને બીજી સ્ત્રીઓ, જાણે હિમકણ સહિત પદમીનીઓ હોય તેમ, અશ્ર સહિત, પ્રભુની પાછળ આવતી હતી. આ રીતે સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા. મમતારહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર તે શિબિકારત્નમાંથી, અશોક વૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર અને આભૂષણે તત્કાળ ત્યજી દીધાં. તે વખતે ઈન્દ્ર પાસે આવી ઉજજવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના કંધ ઉપર આરોપણ કર્યું, ચોટલીને લેય ન કરવાની ઇદ્રની વિજ્ઞપ્તિ પ્રભુએ સ્વીકારીઃ
ત્યારબાદ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે, ઉત્તરાષાઢા નક્ષત્રને વિષે, અસંખ્ય દેવતા અને મનુષ્ય સમક્ષ, પ્રભુએ ચાર મુષ્ઠિથી. પોતાના કેશને લેચ કર્યો. પ્રભુના કેશને સીધમપતિએ પોતાના વસ્ત્રમાં ગ્રહણ ક્ય. પ્રભુએ પાંચમી મુષ્ઠિથી બાકીના ચોટલીના કેશને લેચ કરવાની ઈચ્છા કરી. એટલે ઈન્સે પ્રાર્થના