________________
શમીવૃક્ષ અને પીંપળાની છાલનું ચૂર્ણ કરી તેને લેપ બને કન્યાના હાથમાં કર્યો. જ્યારે લગ્ન સમય છે ત્યારે સાવધાન થયેલા પ્રભુએ શુભ મુહર્ત બને બાળાઓના હાથ પોતાના હાથથી ગ્રહણ કર્યા. તે વેળા ઈન્દ્ર બનેના હરત સંપુટમાં એક વીંટી નાખી. લગ્નની ક્રિયા ચાલતી હતી ત્યારે સામાનક દેવતાઓ પ્રભુ પાસે અણવર થઈ રહ્યા હતા. કન્યા તરફથી સ્ત્રીઓમાં જે મશ્કરી કરવામાં ચતુર હતી તેઓ અણવર ઉપર કૌતુક ધવલ ગાવા માંડી, તે સાંભળી દેવતાઓ સ્થિર થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બનાવે થગ્ય છે એમ ધારીને વિવાદમાં નિમાયેલા મધ્યસ્થ માણસની પેઠે પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી પ્રભુના છેડા સાથે બને વધુના છેડા ઈન્ડે બાંધ્યા. ત્યાર પછી ઈન્દ્ર પિતે ભક્તિથી પ્રભુને કેડે બેસાડી દીગૃહમાં લઈ જવા ચાલ્યા. એટલે તુરત જ બે ઈન્દ્રાણીઓ આવી બે કન્યાઓને તેડી સ્વામીની સાથે ચાલી. ત્રણ જગતના શિરોમણી રૂપ તે વરે પૂર્વ તરફના દ્વારથી પ્રવેશ કર્યો એટલે તુરત જ એક દેવે અગ્નિ પ્રગટ કર્યો. પછી સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી તે વખતે પ્રભુએ સુનંદા અને સુમંગલા સાથે અષ્ટમંગળ પુરા થતાં સુધી, અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશિષના ગીત ગવાતાની સાથે ઈન્દ્ર, છેડા છેડી પણ છોડી.
પછી પ્રભુના લગ્નોત્સવને હર્ષ દેખાડવા ઇન્ડે ઈન્દ્રાણીઓ સહિત નાચવા માંડયું. તેમને જોઈ બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કઈ જય જય શબ્દ કરવા લાગ્યા. કેઈ ગાવા, કઈ વાજીંત્ર વગાડવા, કોઈ કૂદવા અને કઈ પ્રતિહારની પેઠે લેને દૂર ખસેડવા લાગ્યા. ત્યાર પછી પ્રભુ સુનંદા અને