________________
દેવાએ કરેલી પ્રભુની સ્નાત્ર પૂજા ત્યાર બાદ અમૃત ઈન્દ્ર ઉત્તરાસંગ કરી, પારિજાત કલ્પવૃક્ષ વગેરેના ફૂલોની કુસુમાંજલી ગ્રહણ કરી, સુગંધી ધૂપના ધૂથી ધૂપિત કરી, પ્રભુની પાસે તે કુસુમાંજલી મૂકી, પછી દેવતાઓએ પુષ્પમાળાઓથી અચિત કરેલા સુગંધી જળના કળશે ત્યાં લાવીને મૂક્યા, તે કળશ લઈ અય્યત ઈન્દ્ર પ્રભુને અભિષેક કરવાનો પ્રારંભ કર્યો. તે વખતે દેવતાઓ દુંદુભીના નાદ કરવા લાગ્યા. અને “હે જગન્નાથ, હે કૃપાસાગર ! તમે જય પામો, તમે આનંદ પામે "એમ ચારણ મુનિઓ બેલવા લાગ્યા. આ રીતે અમૃત ઈન્દ્ર અત્યંત ભક્તિપૂર્વક ભગવાનને કુંભના જળથી અભિષેક કરતો હતો. તે વખતે આમિગિક દેવતાઓ તે કુંભને બીજા કુંભના જળથી પૂરતા હતા. એમ વારંવાર ખાલી થતા અને ભરાતા કુંભથી અય્યત ઈન્ડે પ્રભુને અભિષેક કર્યો. પછી દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછયું. તે સ્નાત્રના જળમાંથી કેટલુંક દે પિતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને બાકીનું થોડુંક, સુમંસ, નંદન તથા ભદ્રસાલ વન-ઉદ્યાનમાં, નદીઓ પેઠે પ્રવાહ થઈ વહેવા લાગ્યું. પછી ગશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગ ઉપર વિલેપન કર્યું. તે સમયે કેટલાંક દેવ ઉત્તરાસણ ધારણ કરી, ધૂપ હાથમાં રાખી ઊભા રહ્યા. કેટલાંક છત્ર ધારણ કરવા લાગ્યા. કેટલાંક ચામર વિંઝવા લાગ્યા. કેટલાંક પંખા વડે પ્રભુને પવન નાખવા લાગ્યા. કેટલાંક દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કેટલાંક સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા અને કેટલાંક મધુર રવાથી ભગવાનનું સ્તવન કરવા લાગ્યા. કેટલાંક નાચવા લાગ્યા, તો કેઈ કુદવા લાગ્યા. એવી રીતે અનેક રીતે દેવે પોતાને હર્ષ પ્રદર્શિત કરી રહ્યા હતા,