________________
પાંચ રૂપ કરી સૌધર્મેન્દ્ર પ્રભુને મેરૂ પર્વત
પર લઈ ગયો. એવી રીતે કહી, સૌધર્મેન્દ્ર માતાને અવરવાપિનીકા નામની નિંદા આપી, પ્રભુનું એક પ્રતિબિંબ કરી તેમના પડખામાં મુક્યું, અને પિતાના પાંચ રૂ૫ વિકવી, એક રૂપે ભગવંતની સમીપે આવી પ્રણામ કરી, વિનયથી નમ્ર થઈ બોલ્યા, હે ભગવન આજ્ઞા આપ. પછી ભગવાનને પોતાના બે હાથમાં લીધા. એક રૂપે ભગવાનને છત્ર ધર્યું, બે રૂપે સુંદર ચામ ધારણ કર્યા અને એક રૂપે ભગવાનની આગળ વજ. ધારણ કર્યું. આ રીતે ઈન્દ્ર દેવ સહિત આકાશ માર્ગે ચાલ્યો અને મેરૂ પર્વત પર ગયે. ત્યાં પાંડુક વનમાં, દક્ષિણ ચૂલિકાની ઉપર, અતિપાંડુકંબલા નામની શિલાપર સિંહસનમાં પ્રભુને પિતાને ખોળામાં લઈ બેઠે.
સૌધર્મેન્દ્ર ઉપરાંત બીજા ત્રેસઠ ઇન્દ્ર પણ પોતાના પરિવાર સાથે જન્મોત્સવમાં ભાગ લેવા આવ્યા. આમ વૈમા નિના દશ ઈન્દ્ર, ભુવનપતિની દશનિકાયના વીસ ઈન્દ્ર, વ્યંતરના બત્રીશ ઇન્દ્ર અને જતિષ્કના બે ઇન્દ્રોએ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણીમાં ભાગ લીધે હતે.
પછી અચૂત ઈન્દ્રના હુકમથી આમિગિક દેવતાઓએ એક હજારને આઠ, આઠ જાતના સુંદર કળશો બનાવ્યા. અને તેટલી જ સંખ્યાની સુવર્ણાદિ વસ્તુઓની ઝારીયે, દર્પણ, રત્નના કરંડિયા, દાબડા, થાળ, પત્રિકા અને ફૂલની ચંગેરીઓ વગેરે તત્કાળ ત્યાં લાવ્યા તેમજ સર્વ ક્ષેત્રોમાંથી જળ, પુષ્પો અને સુગંધી વસ્તુઓ ગ્રહણ કરી મેરૂ પર્વત ઉપર લાવ્યા.