________________
શ્રી આદિનાથ પ્રભુનો બાલ્યકાળ અને
ગૃહસ્થાશ્રમ શ્રી કષભ દેવને બાલ્યકાળ મરૂદેવી માતા પ્રભાતે જાગ્યા એટલે તેમણે દેવના આવાગમન સંબંધી રાત્રીનું વૃત્તાન્ત નાભી રાજાને કહ્યું. પ્રભુના ઉરૂને વિષે કષભનું ચિહ્યું હતું, તેમજ માતાએ સર્વ વનોમાં પ્રથમ ગષભ જોયો હતો, તેથી પ્રભુનું ઋષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધર્મ પ્રસવેલી કન્યાનું સુમંગળા એવું નામ પાડયું. શ્રી કષભ દેવ પ્રભુ અદ્ભૂત સ્વરૂપવાળા હતા. અનેક દેવદેવીઓથી પરિવરેલા અને સકલગુણે વડે તે યુગલિક મનુષ્યોથી ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંકમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પ્રભુ મુખમાં નાખતા. એવી રીતે બીજા તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં આહારની ઈચ્છા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાખે છે અને બાલ્યાવરથા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભજન કરે છે, પણ શ્રી ઋષભ દેવે તે દીક્ષા લીધી ત્યાં સુધી દેએ આણેલા ઉત્તર કુરુક્ષેત્રના કલ્પવૃક્ષના ફળોનું ભજન કર્યું હતું.
પ્રભુના વંશ અને ગોત્રનું સ્થાપન ઈવાકુ વંશ-કાશ્યપ ગોત્રઃ
પ્રભુની ઉંમર એક વર્ષથી કાંઈક ઓછી હતી ત્યારે પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ શકને આચાર છે.” એમ વિચારી તથા “પ્રભુ પાસે ખાલી હાથે કેમ જાઉં”