Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪ સમજી શકાય તેમ છે કે જો નયસારની સાથે તેના તાબેદાર બીજા મનુષ્યો હોત તો સાર્થથી વિખૂટા પડેલા મહાત્માઓને પ્રતિલાભવાનો અને જે સાર્થથી તે છૂટા પડ્યા હતા તેમાં મેળવવાના પ્રયાસ કરવાનું અહોભાગ્ય નયસારને કદાચ ન પણ મળત, કેમકે અધિકાર આરૂઢ મનુષ્ય સત્તાના દોરમાં મત્ત હોવાથી જેમ બીજાઓ હુકમથી કાર્ય લે છે તેમ નયસાર પણ જો તે ન્યાયવૃત્તિ અને ભવિતવ્યતાની અનુકૂળતા ન હોત તો જોડેના મનુષ્યો ઉપર હુકમ કરીને જ માત્ર પોતાને કૃતાર્થ ગણત, અને તેથી તે મહાત્માઓને પ્રતિલોભવાનો કે સાર્થ સાથે મેળવવાનો પ્રયાસ કરવાનું તેના હાથમાં ન જ આવત, અને જો તે નયસાર બીજા મનુષ્યો દ્વારાએ મહાત્માઓને પ્રતિલાભવાનો કે સાર્થમાં મેળવવાનો ઉદ્યમ કરત તો માર્ગમાં મહોપકારી મહાપુરુષોના મુખકમળમાંથી નીકળેલા દેશનારૂપી પરાગને પામવા તે નયસારરૂપી ભ્રમર કોઈપણ દિવસ ભાગ્યશાળી થાત નહિ અને તીર્થંકરપણાના ફળરૂપે ફળવાવાળા વિચિત્ર તથા પ્રકારના ભવ્યત્વના પરિપાકરૂપે બોધિલાભની પ્રાપ્તિથી ખરેખર તેઓ બેનસીબ જ રહેત. શ્રુતિ અને શ્રુત વ્યવહારનો હેતુ
આવા વૃત્તાંતોને વિચારવાવાળા વિચક્ષણો સુ નાઝુ લાઇi સુચ્ચા ના પવિષ એટલે કલ્યાણકારી કાર્યો સાંભળીને જ જાણે છે અને પાપકારી કાર્યો (પાપકારીપણા રૂપે) સાંભળીને જ જાણે છે. એ શ્રુતિ અને શબ્દદ્વારા એ થતા જ્ઞાનને શાસ્ત્રકારોએ આપેલું શ્રુતજ્ઞાનપણું ખરેખર ચરિતાર્થ થાય છે એમ સમજી શકાશે. બ્રાહ્મીલિપિ અને અર્ધમાગધી.
વાસ્તવિક રીતે ભગવાન ઋષભદેવજીથી જો કે બ્રાહ્મીલિપિ પ્રવર્તેલી છે અને સર્વ તીર્થકરોના વખતમાં તે લિપિ પ્રવર્તતી રહેલી છે અને ભગવાન મહાવીર મહારાજના વખતમાં પણ તે જ બ્રાહ્મીલિપિ દેશની જુદી જુદી લિપિઓરૂપે થઈ અઢાર ભેદમાં વહેંચાઈને પણ સમગ્ર આર્યદેશમાં પ્રવર્તતી હતી, (જુઓ સમવાયાંગ સત્તરમું સમવાય અને પ્રજ્ઞાપના પહેલું પદ) અને તેજ લિપિને ઉદ્દેશીને અઢારે દેશમાં પ્રવર્તતી ભાષાને અર્ધમાગધી ભાષા તરીકે કહેવામાં આવતી હતી અને તેથી જ ભાષ્યકારો અઢારે દેશી ભાષાએ મિશ્રિત ભાષાને જ અર્ધમાગધી કહેતા હતા, અને તે અર્ધમાગધી ભાષા બ્રાહ્મીલિપિની સાથે જ પ્રવર્તતી હતી (જુઓ પ્રજ્ઞાપના પદ પહેલું). આ જ કારણથી જૂનામાં જૂના શિલાલેખો સંસ્કૃભાષામાં નહિ પણ અર્ધમાગધી જેવી ભાષામાં જ ઉપલબ્ધ થાય છે, અને વ્યાકરણ ઉપર ભાષ્ય કરનાર પતંજલિ પણ જુદા જુદા દેશોની ભાષા જણાવતાં સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓનું જ સર્વ દેશમાં વ્યાપકપણું જણાવે છે (જુઓ રક્ષોહાગમ૦ નું ભાષ્ય).