________________
ડશક પ્રકરણે
[ વ્યાખ્યાન
દરબારની ચાકરીમાં વેડફે છે કેમ? ત્યારે બીરબલે કહ્યું કે આ ચાકરી જીવનના પિષણ માટે છે, પણ વેડફવા માટે નથી. આ વખતે બાદશાહના મગજમાં બરાબર ઉતર્યું નહીં, કારણ કે બાદશાહ રાજસ્થિતિમાં દેખે તે મરવું એટલે કંઈ નહિં, તે તે આ જીદગી વહાલી કયાંથી ગણાવે ! સાંજે બગીચામાં ગયા તેમાં ખાલી કુવે છે પાણું નથી, તેમાં વાંદરી વીડાઈ છે. ત્યાં આગળ બાગવાનને કહ્યું કે પાણું નાંખ! જ્યાં એક કેશ નાંખે ત્યાં બચ્ચાને ઉપર રાખીને પોતે ઉભી રહી. ત્યારે બાદશાહે કહ્યું કે દેખ બીરબલ બચ્ચાને લઈને ખડી ઉભી છે. જ્યાં બીજે ત્રીજો કેશ નાંખે ત્યાં તે વાંદરીના નાકે પાણી આવ્યું ત્યારે બચ્ચાને નીચે નાંખીને તેના ઉપર ઉભી થઈ, ત્યારે બાદશાહે કહ્યું કે
જુલમ! બચ્ચાને નીચે ડાલકે ઉપર ખડી હુઈ! પાણી કઢાવી નાંખ્યું. આ જીવને શરીર વહાલું લાગે છે આથી તેને ક્ષણે ક્ષણે પિષીએ–વધારીએ છીએ, તેનું પિષણ કરવાની ધારણા રાખીએ છીએ, તેને છુટુ પડવા દેવા માગતા નથી. જીંદગીની જહેમત ધારેલું શરીર તે મિનિટમાં મુકવું પડે. છ શક્તિ મેળવીને મેલવાની છે.
શ્વાસની-ઈન્દ્રિયેની–વિચારની શક્તિવાળી જે છ પર્યાપ્તિઓ છે તે–એટલે જીની સ્વતંત્ર તાકાત–આહાર કરવાની, શરીર બાંધવાની, ઈન્દ્રિયે, શ્વાસોશ્વાસ અને મન-વિચારની તાકાત, તેને જંદગીભર સાચવી–વધારી–પષી. છતાં મિનિટમાં મેલી જવાની. કયા જન્મમાં મહેનતથી મેળવેલી આ છ શકિતઓ મેલી નથી? દરેક ભવમાં મુકી દીધી છે. ત્યારે આ પ્રજા કઈ ? તે મેળવીને મેલીને જવાવાળી રખડતી પ્રજા. આ રખડપટ્ટીને છુટકારે. - તેવી કોઈ ચીજ મળે કે જે ચીજ મેળવી તે મેળવી પણ મેલવી પડે જ નહીં? હા. કંઈક તે આત્માની ચીજ તે મેળવી : તે મેલવી પણ મેલવાની નહીં.