________________
બત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે
૮૩ દરેક મતમાં શાસ્ત્ર આધાર છે. શાસ્ત્ર વગરનો કઈ પણ મત નથી. નાસ્તિક કે જે દેવાદિને નહિ માનનારો તેને પણ શાસ્ત્ર છે, તે પણ પિતાના શાસ્ત્રને આગળ કરીને ચાલે છે. બૃહસ્પતિના પ્રભુત સૂત્રે તેમાં આમ કહ્યું છે તે કહ્યું છે તેમ વિચારી તે પ્રમાણે વર્તે છે. આ વિચારશે તે જેઓ શાસ્ત્રને માને નહિ, જુઠ્ઠા માને, અપ્રમાણ માને અને તે એકરાર કરે. તેઓ જે અભવ્ય મિથ્યાત્વી જૈનમાં હોય તે શાસ્ત્ર માનવા નહિ તે એકરાર કરે. અભવ્ય વિગેરે સાધુએથી પણ આગળ વધી જે શાસ્ત્રને જુઠ્ઠા અપ્રમાણુ કહીને ચાલનારા છે તેઓ અધમાકેટીમાં કેટલા હોય તે વિચારે ! અભવ્ય પિતે માનતું ન હોવા છતાં શાસ્ત્રને જુ અપ્રમાણુ કહેતું નથીકેઈ પણ મત હોય તે તે શાસ્ત્રને માનનારો છે. દરેક મતવાળા પિતપતાને શાસ્ત્ર પ્રમાણે વર્તે છે. બધા મતવાળા શાસ્ત્રને આધાર લે છે.
બ્રાહ્મણે ભાગવત્ પ્રમાણે, જેને આગમ પ્રમાણે, મુસલમાને ફરાન પ્રમાણે કિચને બાઈબલ પ્રમાણે વર્તે છે. આ પ્રમાણે દરેક મતવાળા શાસ્ત્રને આગળ કરે છે તે ચક્કસ છે. પછી જનને પૂછીએ કે જિનેશ્વરને દેવ તરીકે કેમ માને છે ? વિગણવને પૂછીએ કે તમે વિષ્ણુને કેમ માને છે? બ્રાહ્મણને પૂછીએ કે તમે શીવને દેવ તરીકે કેમ માને છે તે તે દરેક કહે કે મારા શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે માનીએ છીએ. દરેક
વ્યક્તિ શાસ્ત્રને આધાર લે છે. શાસ્ત્ર શબ્દ સહુને સરખે છે.
નાના બચ્ચા અને ચેકસી તે બન્ને સેનું શબ્દ સરખે વાપરે છે. પરંતુ તેમાં પારેખ કેશુ? જે સેનાના સ્વરૂપને પારખીને સેનું કહેતે પારેખ ગણાય. સેનાના સ્વરૂપને જાણે નહિ, તપાસે નહિ અને સેનું કહે તે ચેકસી કે પારેખ કહેવાય નહિ. દુનિયા કયારે દેરાય? જે સેનાનું સ્વરૂપ જાણતું હોય તે સેનું શબ્દ વાપરે