________________
ચપનમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે ર૭૯ તેમાં પોતે દેખ્યું કે હું રાજકુમાર આવતા ભવે તેઓ અને હું સરખા થઈએ. સેનાવાળા અને બાજરીવાળાનું તુલ્ય સહિયારું ન હોય. હું રાજકુમાર આ અમારું સહિયારું તે આવતા ભવે સરખા થવાનું ને ? અમે વાત તે સરખું કરવું તે રાખી છે ને? એ વાત જાહેર રાખવી ને વધારે તપસ્યા કરવી. ખાવું તે આપણા હાથની વાત છે ને? પહેલે દિવસે બધા ઉપવાસ સાથે કરે, બીજે દિવસે પારણને વખત થાય ત્યારે કહે કે–મને આજ ઠીક નથી એવું કહીને બીજે ઉપવાસ કરે ને ત્રીજે દિવસે બધાના ભેગો ઉપવાસ કરે. આમ કરીને અઠ્ઠમ કર્યો. અઠ્ઠમ કર્યો શાને માટે ? તે તપસ્યા માટે. આ આટલે પ્રપંચ તપસ્યા માટે કર્યો તે પરિણામ શું? સ્ત્રીપણુંને.
આપણે કેટલાકનું પડાવી લઈએ પણ તે મારે માટે નહિ, દહેરા માટે. જ્યારે મનુષ્ય, પ્રતિષ્ઠા મુહુર્ત માટે સંઘ ભેગે થાય ત્યારે અન્યાયની મુડી લાગતી હોય તે આપી દે. સંઘમાં જાહેર કરે છે–મેં મારા દ્રવ્યની શુદ્ધિ કરી છે. અન્યાયનું આવ્યું મારી ધ્યાનમાં નથી. છતાં જેનું અનિષ્ટ પેઠું હોય તેનું પુણ્ય તેનેજ દઉં છું. શાથી? અહિં પિષણ અધર્મનું નહિ તે અપેક્ષાએ. વિચાર કરે પ્રપંચ કરીને અઠ્ઠમ કર્યો, તે પણ લાગલાગટ કર્યા ગયા. તેમને ખાવાપીવા પહેરવા ઓઢવા માટે કર્યું હતું? તે ના, ત્યારે શાસ્ત્રકાર કહે છે કે-એટલાજ પ્રપંચમાં વ્યવહારથી છફે-સાતમે ગુણઠાણે રહેલા તે જ્યાં લથડયા એટલે સીધા પહેલે ગુણઠાણે આવ્યા. ત્યાં સ્ત્રી વેદ બાંધ્યો. વિચાર કરે કે–આમાં કયું પ્રપંચથી ઠગવાનું ને લઈ લેવાનું હતું. આપણી દષ્ટિએ તેમાં કઈ ન લાગે. પણ તે કષાયને આધીન થયા એટલે–બીજે વધે નહિ તે બુદ્ધિમાં આળ્યું. હવે તેના પરિણામમાં જાવ ને વિચારે તે માલમ પડે કે–પહેલે હું વધુ તે તે ન વધવા જોઈએ તેટલી બુદ્ધિ મિથ્યાત્વે લઈ જનાર ને સ્ત્રી વેદ બંધાવનાર થઈ. માટેજ કહ્યું કે-જયૌવ સંસા: સંસાર બીજી ચીજ નથી. આ