________________
૨૯૬ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન બુદ્ધિશાળી વાડાના નામે ધર્મની કિંમત ગણે છે. શ્રદ્ધાવગરવાળા કહે કે કયો માનવે? આ આમ કહે છે! આ આમ કહે છે? તે નામે ધર્મથી લેકેને ખસેડે છે. શ્રદ્ધાળુ વર્ગ આ આમ કહે છે તેથી ધર્મમાં મજબુત થાય છે. ધર્મની મજબુતીનું સાધન એક જ કહે છે કે-જેટલા વાડા વધારે-એટલે ધર્મની નકલ જેટલી વધારે થાય તેથી કિંમતી ગણાય. જગતમાં નકલ કેની થાય? દુનિયામાં હીરાની નકલ, મેતીની નકલ, સેના ચાંદીની નકલ બનાવે છે. પણ કેઈ. ધૂળ-તાંબા લેઢાને નકલી બનાવે છે? તે ના. કેમ? તેની કિંમત નથી, કિંમતી ચીજ હોય તેની નકલે થાય છે. વગર કિંમતવાળાની નકલ થતી નથી ધમ કે કિંમતી હશે કે જેની આટલી બધી નકલે થઈ કિંમતી ન હેત તે આટલી નકલ ન થાત. આસ્તિકોને આવતી જિંદગી માંડાની નથી.
માટે શાસ્ત્રકારને ચેકખા શબ્દોમાં કહેવું પડયું કે'सूक्ष्मबुद्ध्या सदा शेयो'
જેને ધર્મની ઈચ્છા હોય તેને ધર્મને બારિક બુદ્ધિથી તપાસ પડશે. કારણ શાક લાવતાં ભૂલ થાય તે એક દહાડે બગડે, લુગડાથી ઋતુ બગડે, માલમાં ઠગાય તે પાંચ દશ હજારનું નુકશાન, બાયડી ખરાબ હોય તે આખે ભવ બગડે પણ ધર્મમાં ઠગાય તે શું થાય? ભાભવ બગડે. આ ભાવની સફળતાને અને આવતા ભવની સફળતાને આધાર ધર્મ ઉપર. નાસ્તિકને તે શૂન્ય. મરણ પછી શું? તે મીંડ. નાસ્તિકને મરણે મીંડુ ત્યારે આસ્તિકને તે નથી. તેને તે જીવ અમર છે. નાસ્તિકને જીવ, પરભવ, પુણ્ય પાપ માનવાનું નથી માટે મીંડુ. આસ્તિકને આવતી જિંદગી મીંડાની નથી. તેને આધાર ધર્મ ઉપર છે. તેનાથી જે સંસ્કાર આવે તેથી આવતે ભવ સુધરે.