________________
૩૧૪
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન બુધ્ધિએ દાન કરનાર તે એકાંત નિર્જરા કરનારા છે. માટે જણાવ્યું કે–ત્યાં કઈ પણ પાપકર્મ નથી. આવી રીતે દાન તપની પ્રવૃત્તિ, ભાવનાની પવિત્રતા રાખવી તે કેટલી મુશ્કેલી પડે છે. વિષય અને સાધનો માટે જીવ આપે આપ તૈયાર છે પણ દાનાદિને માટે, સંયમ માટે તપને ઉપશમાદિને માટે તૈયાર નથી. તે કયાંથી મળે? તે પરમેશ્વરના ઉપદેશથી. જેને પરમેશ્વરને સ્વતંત્રતાના સર્જનહાર તરીકે માને છે. બીજાઓ જગતસૃષ્ટિના સર્જનહાર તરીકે માને છે. તે સ્વતંત્રતાનું સર્જન ક્યા દ્વારા એ? જે સ્વતંત્રતા આત્માને આધીન હેત તે આખા જગતને અપાવી દીધી હતી પણ તેમના હાથની વાત નથી, જેમ સૂર્ય તેજ દ્વારાએ જગતને ઉપકાર કરે છે. અહિંયાં જૈનેના પરમેશ્વર સ્વતંત્રતાને સંદેશ આપે છે. તે દ્વારા જગતમાં ફેલાવે છે. કયા દ્વારાએ? તે વચન દ્વારાએ જિનેશ્વરને સંદેશે તે જિનવચન, તે જગતના સંદેશરૂપ, ઉદ્ધારરૂપ, સ્વતંત્રતા મેળવવાનું કારણ છે. માટે વચનની આરાધનામાં તત્પર રહેવું જોઈએ. જેમાં જિનેશ્વરના સંદેશાને સમજે ધારે વિચારે તેવું વર્તન કરીને આત્માને આરાધનામાં દાખલ કરે. તે વચન કયું? વિષય સ્વરૂપ ફલ કયું? તે જે અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
સદુધર્મ દેશના વિભાગ
બીજે સમાપ્ત.
%
45YY45%56%66%45%56%65