________________
૩૦૨
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન હેય તે માર્ગને લાયક બનતા નથી. જૈન શાસ્ત્રકારે ભવાભિનંદીને નાલાયક ગણ્યા છે, બીજાએ પણ નાલાયક ગયા છે. ધર્મની વાત કયાં?
આસ્તિક માત્રને ધર્મ સારો છે, તે ભવભવનો આધાર છે. તે ધર્મને બતાવનાર કેવલ ગુરૂ ગુરૂ સિવાય દુનિયાની બીજી ચીજો બારેબાર મલી જાય. ચાર ભાઈ ભેગા થાય ત્યાં ઘરની વાત મલે, નાતીલા ભેગા થાય ત્યાં નાતની–વિવાહની વાત મળે, ગામવાળા મલે તે ગામની વાત મળે, દેશવાળા મલે તે દેશની વાત મળે. પરંતુ ધર્મની વાત કઈ જગો પર જોઈ શકતા હે તે બેલે? કુટુંબનાત-ગામ-દેશના મેલાપમાં ધર્મને સ્થાન હોય તે તપાસે! ધર્મને સ્થાન ક્યાં? તે ફક્ત ગુરુની પાસે. માટે શાસ્ત્રકારને વિના મુખ્ય મુળનિધિભ્યો તરં કાળાતિ વિક્ષsv’ કહેવું પડયું– ધર્મ કયારે જણાય?
આ જગતમાં ગુરુ વગર ધર્મને કઈ જાણી શકે? ગુર કેવા જોઈએ? ગુરૂ નામધારી ન હોય પણ ગુણના દરિયા હેય. તેવા ગુરુ મલ્યા વગર કોઈ મનુષ્ય ધર્મને જાણી શકતું નથી. હાય જે ડાહ્યો હોય પણ તેનું ડહાપણ ઘરમાં કિંતુ ગામ કે દેશમાં ન ચાલે, તેમ આત્મામાં સ્વતંત્ર ડહાપણ નથી આવતું. બાળજોરનોત વિના પતિ ના સામાન્ય રીતે આંખો મણ સુધી હોય પણ કલ્પનાથી લે કે આંખે કાન સુધી હેય, શેરડીના શાંઠા જેવી હોય, નાળીએ જેવી હોય, અને નિર્મળ એવા ચક્ષુ હોય તે પણ અંધારામાં દીવા વગર દેખી શકે નહિ. જેમ અંધારામાં દીવા વગર પદાર્થ દેખી શકાય નહિ, તેમ સંસારની, હજાળની ફસામણમાં ધર્મ જાણી શકીએ નહિ. તે ધર્મ ક્યારે જણાય? ગુરૂ હોય તે માટે -ગુરૂતત દરેક આસ્તિકે માનેલું છે.