________________
૩૦૮
ડશક પ્રકરણ | [ વ્યાખ્યાન 'તે કઈ રીતે સાબીત કરે ? વચનથી બલવું પણ તેની સાબીતી નથી. આસ્તિક માત્રને નિયમ–તેને દેવાદિને માનવાજ જોઈશેજ, જગતમાં કઈ પણ આસ્તિક દેવાદિની માન્યતા વગરને નથી. તમારે દેવાદિને માનવા હેય તેજ આસ્તિકમાં આવી શકે, નહિ તે ન આવી શકે. માટે આસ્તિક માત્ર દેવાદિને માનનારા છે. સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વર માનવામાં આવતી આપત્તિ.
પરંતુ દેવાદિના નામે સરખાવટ છતાં જેન ને જેનેતરમાં માન્યતાને અંગે રાત દિવસ, આકાશ પાતાલ જેટલું આંતરું પડે. જૈનેતરો માત્ર દેવને કયા રૂપે માને છે? સૃષ્ટિના સર્જનહાર તરીકે, ત્યારે જેનો સૃષ્ટિ તે જીવના ઉદ્યમને આધીન માને છે કે જગ પર વગર વાવે ઝાડ ઉગ્યા નથી. પૃથ્વીકાયનાં પુદગલે, અપૂ–તેઉ–વાઉ– વનસ્પતિકાયના પુદ્ગલે લઈને તે પ્રમાણે પરિણુમાવવાના. ખેરાક આપણે લઈએ તે શરીરપણે પરિણાવીએ છીએ. ખેરાક લેવાનું શરીર બનાવવાનું આપણું ઈચ્છા પ્રમાણે, જે ઇન્દ્રિયના બંધન રક્ષણ તે આપણું હાથની ચીજ. તેનું રક્ષણ કરવું, તેને સુધારવું તે આપણા હાથની વાત છે. સૃષ્ટિના સર્જનહાર તરીકે માનીએ તે જગતનું નખેદ વાળનાર દેવને! વૈદે તે જગતના ઉપકાર કરનારા રોગ કરનાર ઈશ્વર ને મટાડનાર વૈદ તે ઉપકારી ને અપાકરી કેણ? આંખમાં ફલું પડયું તે પરમેશ્વરે પાડયું ને આંખ ચેકખી કરી ડોકટરે તે ઉપકારી કોણ? પરમેશ્વરે દરિદ્ર કર્યો ને શેઠની મહેરબાનીથી ધનવાળા થયા તે ઉપકારી ને અપકારી કેશુ? સૃષ્ટિના સર્જનહાર તરીકે લઈએ. તે પરમેશ્વરની સ્થિતિ અપકારીપણામાં આવશે. તે ન માને તે આ બધા અપરાધ તમારા ઢોંગ ગણાશે. વૈદ ને ડૉકટરને ખેળવા તે ઢગ. તેને મટાડવું હશે તે મટાડશે. જ્યારે જવાબદારી ને જોખમદારી તેની છે, તે તમારે શું?
ભાડૂત ભાડાના ઘરમાં રહ્યા પણ ઘરની ચિંતા નહિ. પણ ઘરવખરીની ચિંતા હોય છે. ઘરમાં તડ તડે તે માલિક તપાસે.