________________
સત્તાવનમું ] સદ્ધ દેશના—વિભાગ બીજે
૨૯૯
ભવે મેાક્ષ દેનારૂ છે. પણ વિરાધના ન હોવી જોઈ એ. તે મુદ્દાએ વિચાર કરીએ.
ધર્મ બારીક બુદ્ધિથી તપાસવા જોઇએ.
વિરાધના કરીને પછી પડવું પણ સજ્જડ થાય. છાપરેથી પડે તે બેભાન થાય ને માથુ ફૂટે. એટલેથી પડે તેા બેભાન નહિં થાય. અહિંયાં જે દેવ ગુરૂ ધર્મ ને અંગે વિરાધનામાં આવે તેવાને આરાધન પહેલાં થયું હાય છતાં તેવી સ્થિતિમાં ભવેાભવ રખડવું પડે. એક ભવની વિરાધના વગરની આરાધના આઠ ભવમાં મેક્ષ આપે. આસ્તિક સમજે કે એકજ જિંદુગી જે સુધરે તા મેક્ષ સુધીની જિંદગી સુધરી જાય. એક જિંૠગીમાં વિરાધના વગરની આરાધના ભવાભવ સુધારે, માક્ષ ન પામે ત્યાં સુધી આરાધના ચાલુ રહે છે. એક વખત હારી ગયા તા ભવા ભવ હારી ગયા. આ કાણુ ગણું ? આસ્તિકા, માટે રખે ધર્મમાં ઠગાવવું થાય નહીં તેવી સાવચેતી રાખવી પડે. શાક લુગડા હીરા, સેનામાં ઠગાયા તે નુકશાન વધારે નહીં, પશુ ધર્મની પરીક્ષામાં ઠગાય તે ભવેાભવની નુકશાની થાય. માટે ધર્મને ખારીક બુદ્ધિથી તપાસવા જોઈએ. અને ખારીક બુદ્ધિથી લેવા. કેમ ? તેની નકલા ઘણી છે. કેમ નકલા ઘણી છે? તે ધમ કિંમતી છે માટે.
આ કિંમતીપણું દરેક આસ્તિકે ગણ્યું છે. મનુષ્યપણું, લાંબુ આયુષ્ય, સપૂર્ણ પંચેન્દ્રિયપણું, નિરોગીપણું કેાને આધીન તો ધર્મને આધીન સદ્ગતિ ધર્મને આધીન. ધર્મને આધીન આટલી વસ્તુ છતાં તેની કિમત કેટલી ? જે વસ્તુથી વધારે વસ્તુ મળતી હાય તે ખાં કરતાં મૂળ વસ્તુ કિંમતી હોય. ધર્મથી મળે માટે કિમતી.
એના આટલા બધા વાડા છે. ધર્મ વસ્તુ કિંમતી ન હત તે વાડા નહેાત. દુનિયામાં ગમાર સેનાને મલે રૂપિયા લેવા માંગે છે. કારણ ? તેા પીત્તલ આવી જાય તે કયાં પંચાત કરવી. તેથી રૂપિયાને માંગે, તેમ આ ગમારા ઘણા વાડાને નામે ધર્મને કારાણે મૂકે, ગમાર કાચને બદલે હીરાને કારણે મૂકે, કાચ આવી