________________
૨૯૨ ડશક પ્રકરણ
વ્યાખ્યાન કહે તે ગૌડને. ગેડે કહ્યું તેથી પરમેશ્વર, સાક્ષાત્ નથી કહેતે. મહમદે ને પેગંબર દ્વારાએ ઈશ્વરને સંદેશે, સાક્ષાત્ નહિ. દુનિયાથી પરમેશ્વરની આભડછેટ. દુનિયામાં જાહેર નહિ થવાનું કારણ? પરમેશ્વરને સાક્ષાત્ સંદેશે ઝીલનાર ધર્મ ? જૈન સિવાય કંઈ નથી. પરમેશ્વરને સાક્ષાત્ સંદેશ દેનાર તરીકે માનનાર જૈને સિવાય કંઈ નથી.
સંજય ગીતામાં કહે છે કે-શંખ વાગી રહ્યો છે, ટંકારા થઈ રહ્યા છે. અર્જુનને દયાભાવ આવે છે આના માટે-મારવા ? અરેરે આ શું કહે છે તેથી સો લેક રચ્યા. લડાઈ થઈ કે નથી થઈ? પણ ઈશ્વરના મેંઢાને સંદેશે. સંજય ઉવાચ-કૃષ્ણ આમ કહ્યું. સંજય દ્વારા કહેવાએલું માની લેવાનું, પણ જૈનોમાં આ નથી. જેમાં તે પરમેશ્વર ખુદ પિતે ધર્મદેશના દેનારા છે. બારે અંગની જવાબદારી તીર્થંકરની છે.
ધર્મના તત્વને નહિ જાણનારા કહેશે કે-તમે દલાલ દ્વારા સેદા કરનારા છે. કેમ? ગણધર મહારાજે ગુંચ્યું. પરમેશ્વરનું વચન પણ ગુંચ્યું તે ગણધરેએ ને? તમારે માનવાનું ને, તમારે દલાલ વચમાં આવ્યા. ગણધરે પોતે રચ્યું જ નથી ગણધરે તે જે સભા સમક્ષ કહેવામાં આવ્યું તે રચ્યું. માટે ગણધરને અર્થની અપેક્ષાએ આત્માગમ માનતા નથી. પણ અનંતરાગમ જ છે. અર્થની અપેક્ષાએ આત્માગમ માત્ર તીર્થકરને. આ તે ભૂલી જઈએ તે યાદ આવે તેની નૈધ. ભાષણ કરનારની નોંધ. આખી સભાએ સાંભળી. રીપોર્ટર નોંધ કરે તેમાં ફેર એટલે કે રીપેર્ટર પ્રમાણિક હોય તે મૂળ ધણને દેખાડે. કેમ? તે ભૂલ હોય તે સુધારી લે. તેના ઉપર સહિ લે છે. એ રીપોર્ટમાં કેઈને
લવાનું હોય નહિ. જિનેશ્વરના કથનને રીપોર્ટ ગણધરોએ લખે તેમાં તીર્થકરની સહિ લીધી છે. બારે અંગ રચ્યા ત્યારે વાસક્ષેપ કરીને અનુજ્ઞા આપી. બધાને ધારણ કરી ને બધાને આપે. આમાં દલાલી કે મૂળ ધણીની જોખમદારી? આ સહિં