________________
પચાસ મું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૨૪૩. એવી નથી બેલાતી, જેમાં કેઈ સમજે નહી તે જગગુરૂ થવાને લાયક નથી પણ અમે વચન માનીએ તે જગદ્ગુરૂ તરીકેના છે માટે માનીએ છીએ. તેમના વચન બધા સમજે તેવા છે તેમાં જગદ્ગુરૂ પણું વ્યાજબી છે અર્થાત્ અમે જગદ્ગુરૂ તેમના બીજા ગુણથી માનીએ તેનાં કરતાં તેમના વચનની અપેક્ષાએ વધારે માનીએ માટે વચનની આરાધનાએ ધર્મ છે. આવા મહાપુરૂષના વચન પ્રકાશને અન્ય પુદ્ગલમાં પરિણમે. સ્વરૂપના અંગે પ્રાકૃત અર્ધમાગધી જણાવ્યું. તેને વિષય પ્રવૃત્તિ ફલ કયું? તે વિગેરે અધિકાર અગ્રવર્તમાન
ક વ્યાખ્યાન ૫૦ 1 'वचनाराधनया खलु' આસ્તિક કોણ?
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં જેટલા આસ્તિકવર્ગને મનુષ્ય છે, તે બધા ત્રણ તત્ત્વમાં એક જ મતે છે. દરેક આસ્તિક દેવ ગુરૂ ધર્મ માનવામાં વિવાદ કરતે નથી. અર્થાત્ તે ત્રણે ત આસ્તિકાએ માનેલા છે. જેઓ એ માનનારા નથી તેને અંગે જણાવી ગયા કે–તેને નાસ્તિક કહેવામાં આવે છે. પરલોક વિગેરે ન માનનારા નાસ્તિક, જેઓ પરલેક કર્મબંધ કર્મનું શુભાશુભપણું માનનારા કર્મનું આવવું જોગવવું, ભેગવવાથી તૂટવાનું માનનારા જેઓ પરતુતેએ જ આસ્તિક તરીકે ગણાય છે. આ ઉપર જણાવેલી વસ્તુઓમાં એક પણું વસ્તુ ન કબુલ કરે તેને આસ્તિકપણે રહેવાને હક નથી પરંતુ જે આ વસ્તુ ન માનતે હોય તેને આસ્તિક તરીકે ન ગણાય.