________________
૨૪૮
ડશક પ્રકરણ ( વ્યાખ્યાન પ્રકાશને પ્લેક) આ જગતમાં જે સજે લા તેમાં સુખી કેટલા? દુઃખી કેટલા છે? માસ્તર તેત્રીશ ટકા પાસ ન કરે તે તેની ક્રેડિટ ઉતરી જાય તેમ અહીં આગળ અને તેત્રીશ ટકા સુખી ન કરે તે ઈશ્વરની લાયકાત રહી કે ગઈ? માટે દુઃખના ઢગલા દુર્ગતિના ઢગલા, ખરાબસ્થાનના ઢગલા ઈશ્વરને કરવા હતા તે ઉત્પત્તિ સ્થાન શા માટે સારૂ ન રાખ્યું, સવા નવ મહિના ઉધે માથે રાખ્યા કરતા સીધું પુતળુ બનાવીને નાંખવું હતું. દુઃખ દૌર્બય, દુર્યોની જન્મ વિગેરેને કલેશ કરનાર તેને પાછો પરમેશ્વર માન છે! અન્યમને જે ઈશ્વરને માનવા માટે અનુમાનમાં જાય છે તે કેટલા અવળા જાય છે તે વિચારે! જેમાં ઈશ્વર થવાને હક છે.
તમે કેવી રીતે માને છે? જન્મ દુર્ગતિ આપનાર. દુર્યોની કરનાર દુઃખ કરનાર તરીકે પરમેશ્વરને અમે માનતા નથી; જૈન ને જૈનેતરમાં મેટો ફરક કર્યો? ઈશ્વરને અંગે બનને માને છે પણ જૈને જે જગતને દુઃખદુર્ગતિમાંથી ઉદ્ધાર કરનારે, એનીમાંથી સુખ કરનારે તે પરમેશ્વર માને છે. જ્યારે જૈનેતરે બીજાને દુઃખ દર્ગત્ય દુર્યોનીને કરનારે માને છે. આગળ વધીએ તે બીજાઓએ પરમેશ્વરપણું રજીસ્ટર કરી દીધું. વેદ પુરાણું કુરાનમાં પરમેશ્વર કેમ થવાય! તેને રસ્તે કહે છે ખરે? પરમેશ્વરપણું રજીસ્ટર. એક થયે તે થયે. બીજે થાયજ નહી તે જૈનેતરોમાં જૈનોમાં પરમેશ્વર થવાને હક, તેના ઉપાયે પણ છે. જૈને જેનેતરોથી ઈશ્વરના વિષયમાં જુદા પડયા. પ્રશ્ન –
ત્યારે અમરચંદભાઈ જેવા પ્રશ્ન કરે કે–આમ તે જૈનમાં પણ ઈશ્વરપણું રજીસ્ટર છે. કેમ? અભવ્ય તીર્થંકર થાય ખરો? બધા ભળે તીર્થંકર થાય ખરા? ત્યારે કહો રજીસ્ટર. ૨ડાય જેટલે કાલ સ્થિતિ જાય, વર્તમાનમાં આવે પણ અભવ્ય તીર્થકર ન થાય ન થાય ને ન થાય. તેથી ભગૅમાં રજીસ્ટર કર્યું !