________________
રકરે
ડશક પ્રકરણ [ વ્યાખ્યાન જેટલા જેટલાં આસ્તિકે તે તમામ સ્વરૂપથી જુદી માન્યતાવાળા, વ્યકિતથી જુદી માન્યતાવાળા, નામ-ઠામ-કુલ-વેષ-દેશની અપેક્ષાએ જીદી માન્યતાવાળા હોય, પણ સામાન્ય નામ થકી સર્વ આસ્તિક એક માન્યતાવાળા છે. કઈ? દેવતને દરેક આસ્તિક માનવા. તૈયાર છે, તેમ ગુરૂતત્વને-ધર્મતત્વને માનવા તૈયાર છે. નામના બે ભેદ. - હવે તે દેવ, ગુરૂ, ધર્મ વ્યક્તિ સ્વરૂપ, ભેદમાં, દેશાદિમાં
સ્થાપના-દ્રવ્ય–ભાવ વિગેરેમાં પરસ્પર ભિન્નપણું છે. નામ માત્ર મળે છે. પરંતુ નામ સમુદાયિક વૈશેષિક એમ બે પ્રકારનાં હેય છે. આપણે મનુષ્યને અંગે વિચારીએ–તે મનુષ્ય બે પ્રકારના આર્ય અને અનાર્ય મનુષ્ય નામ સામાન્ય; આર્ય અનાર્ય તે ભેદવા વિશેષ નામ કહેવાય છે. તેવી રીતે તિર્યંચમાં એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય પંચેન્દ્રિય આવા ભેદે છે તે નામ વિશેષને અંગે; સામાન્યથી તે બધા તિર્યંચ નામવાળા. તેવી રીતે દેવતા નારકીને અંગે દેખીએ તે ત્યાં પણ સામાન્ય ને વિશેષ નામ છે. તેમ અડિ વિશેષ નામમાં ફરક છે. પણ સામાન્યમાં ફરક નથી. વિશેષમાં-બ્રહ્મા, વિષ્ણુ, ક્રાઈષ્ટ્ર વિગેરે નામ માને છે; પણ સામાન્ય નામ પરમેશ્વર, તેમાં કેઈપણ આસ્તિકને ફરક નથી. દરેક આસ્તિકે પરમેશ્વર ભગવાન ઈશ્વર દેવ નામ તરીકે માનવા તૈયાર છે, તેથી સામાન્ય નામમાં ફરક નથી પણ વિશેષ નામમાં ભેદ છે. સામાન્યથી વિશેષ જુદુ નથી.
જૈનેતરોએ ભગવાન માન્યા તે વ્યક્તિ વિશેષે. બ્રાહ્મણને અંગે બ્રહ્મા, શવને અંગે મહાદેવ, વૈષ્ણવને અંગે વિષ્ણુ, તે નામની જાતિ નથી. તે ગુણ કે ક્રિયા નિષ્પન્ન નામ નથી. જેવી રીતે બ્રહ્મા, તેવી જ રીતે મહાદેવ-વિષ્ણુ નામે તે ગુણ જાતિ દ્રવ્ય પરત્વે નથી, પણ વ્યક્તિ પરત્વે છે, એટલે વ્યકિતનું નામ છે. તેથી વ્યકિતના નામ ઉપર દેવપણું રાખ્યું ત્યારે જૈને એ વ્યકિતના.