________________
સાડત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજો ૧૨૯ ગણધર મહારાજાએ આ જગતને નરકગતિનાં દુઃખે તથા તેના કારણેના જે ઉપદેશ આપ્યા તે શા માટે? શું તેનાથી તમને ડરાવવા માટે? ના. તેના ઉપાયેના કારણે જાણવાથી સાવચેત થાઓ તેથી, અનિષ્ટ જયું હોય તે અક્કલના ઉપયોગનું સ્થાન જેઓ પાપને જાણે દુર્ગતિ નરક જાણે તેઓ તે પાપ તરફના જે જે કારણે હોય તેનાથી સાવચેત રહે, પરંતુ જે ન તે જાણે ન તે માને તેથી શું નરક પાપ ડરી જાય છે? તે ના.
પહેલાંના ક્ષત્રિયમાં રિવાજ હતું કે પિતે જાહેર થયા વિના ઘા ન કરે, ઘા કરતાં પિતે પિતાને જાહેર કરે કે હું તારી ઉપર ઘા કરવાને છું. કૃષ્ણ મહારાજે જ્યારે જરાકુમારનું બાણ વાગ્યું ત્યારે શબ્દ વાપર્યો કે મેં કોઈ દહાડે જણાવ્યા વગર વા કર્યો નથી; જરાકુમારે મૃગલે ઘારી ઘા કરે છે. કૃષ્ણ લુગડું ઓઢીને સુતા છે તેથી મૃગ ધારીને બાણ માર્યું. ક્ષત્રિઓરજપૂત-જાદવે પોતાની જાણ કર્યા સિવાય અને શત્રુને જણાવ્યા વગર ઘા નહતા કરતા. તેમ આ પાપ નથી તે જાણે કે ન જાણે; જેમ અગ્નિને સ્વભાવ બાળવાને છે તે જાણે કે જાણે તે પણ બાળે, ઝેરને સ્વભાવ મારવાને, તેમ પાપને સ્વભાવ તમે જાણે માને કે ન જાણે કે ન માને પણ બાંધ્યું હોય તે તે નડે. અગ્નિ વિષ હથિયારને તમે જાણે કે ન જાણે તે પણ પિતાનું કામ કરે છે. તેમ પાપને જાણે માને ધારે કે ન જાણે ન માને કે ન ધારે પણ તે તે તેનું કાર્ય કરે છે. જાણે કે ન જાણે તેથી શું! કેટલાક કાયદામાં અજાણપણને બચાવ નથી. કેટલાક કાયદા એવા હોય કે અજાણપણને બચાવ થાય, કેટલાક ગુનામાં અજાણપણુ ન ચાલે. કેઈએ ખુન કર્યું હોય અને કહે કે હું ખુન જાણુ નથી, છતાં કોર્ટ બચાવી શકતી નથી. પણ પાપ એવી ચીજ તમે જાણે, માને, ધારો, કે ન જાણે, ન. માને, ન ધારે તે પણ તે સજા કર્યા વગર રહે નહી.