________________
સુડતાલીશમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે [૨૨૫ આવી રણશીંગું સાંભળ્યું તેથી કાઢવા ગઈ તે તે નીકળ્યા નહી. તેટલામાં ધાડમાંને માણસ આવી કાંડું કાપીને દાગીના લઈ ગયે.
તેમ આપણા જીવનમાં નિષ્કષાયવાળા ધર્મનું આચરણ કરવાનું, સહિષ્ણુતાની ટેવ ન રાખી તે જ્યાં કર્મ રાજાની ધાડ આવી ત્યાં શું વળવાનું? કઈ વળવાનું નહી. આપણે જગલિયા નથી. કેમ? જે જીગલિયા હોય તે ઉધરસ-ખાંસી-છીંક આવે તેમાં મરે, આપણે ટાંટીયા ઘસીને આયરે !! કરીને મારવાના. તેમાં ટેવ ન પાડી તો શું થાય ? વેદનાથી અકળાયેલા, મરણની આણી હોય તે વખતે ટેવ ન પાડી હોય તો શું થાય ? ભુખ તરસ ટાઢ તડકાની બધી આપત્તિઓ તે કઈ વખતે નહી આવે ? જ્યારે આવવાને વખત, તે તારે કેવું ટેવાવવું જોઈએ? આપત્તિ તારા ઉપર સવાર ન થાય માટે તેવી ટેવ પાડ! જિંદગી માટે કહે છે કે આયુષ્ય બાંધવાને વખત માલમ પડતું નથી, આથી છેલ્લી વખતે સાવચેતી રાખવા માંગીએ તે રહી શકતા નથી. માટે આસ્તિકે એ હંમેશાં સાવચેત રહેવું. - બાર, ચૌદ વર્ષનો છોકરો પષધ લે ત્યાં રાત્રિએ સંથારા પરિસિ ભણાવતી વખતે શું કહે છે– દુa vમાટે આ રાત્રિમાં મરી જાઉં તો આહાર ઉપધિ શરીરને સિરાવું છું. સાવચેતી રાખી. કેમ? તે તેને ભરોસે નહી. ચોવીસે કલાક આસ્તિકે એ સાવચેત રહેવું જોઈએ. માટે ધર્મને આધાર માન્ય છે. કર્મ બંધથી બચાવનાર કેશુ?
આ બધી ભાડે લીધેલી ચીજ, જવાબ દેનારી ચીજ કે તેમ દશ લાખના મકાનમાં ભાડે રહેતા હોય તે ઉપર ૫૦૦નું હુકમનામું બજાવાય નહીં, | તેને કંઈ લાગેવળગે નહીઃ તેમ આ આત્માને કર્મબંધથી બચાવવા માટે, સ્કાય જેટલી સમૃદ્ધિ સાહેબી હેય પણ કામ લાગતી નથી, ઋદ્ધિ-સમૃદ્ધિ-આઝાદી–આબાદ-બલપૈસે-કલા