________________
અડતાલીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે
૨૨૯તેમાં કુતરાનું શું જાય! કુતરે શાને દેડે આવે છે. આ સંસ્કાર કેના? ધાગાપંથીના. ધાગાપંથીને ગાયને પૂજ્ય માનવી. ગૌશાળા પશુશાળા કરે તેમાં તવ શું? ગાયના પિષણ ઉપર તેમાં તત્ત્વ? કેટલીક સંસ્થા ગાયેના માટે નીકળે તે દુધ લેવા માટે. તે માંદી પડે તે સંભાળ લેવાની નહી. આ ગાયની સવડ કે દુધની સવડ છે? ગંજીમાંથી ગાય ઘાસ ખાય તેમાં કુતરાનું શું જાય? કુતરાને નિમકહલાલી છે. જેનું પિતે ખાય છે તેનું કેઈને ન ખાવા દેવું માટે ભસવા આવે. ગંજીને કુતરો નિમકહલાલી કરે છે, પણ ધાટને કુતરો શું કરે છે? ઘાટ, ઉપર પાણી પીવા આવે તેને ભસીને કાઢી મૂકે. તે કુતરે શું કરવાન? કુતરો પાણી ન પીવા દે તે પણ પાણી વહી જવાનું. પીવા દીધું હેત તે ઘટવાનું નહોતું, ન પીવા દેવાથી વધવાનું નહોતું. આપણે પણ આ ધન તે ઘાટ છે. એટલે આપણું અંતરાયને ક્ષયોપશમ તેટલું જ મલવાનું રહેવાનું ટકવાનું પણ છેલ્લે છેડી દેવાનું મળ્યું છે તે છોડી દેવાનું. તે શું કરવાનું? તે વચમાં ફાયદે લઈ લેવાનો. ખેડૂત ગમાર જાત કહેવાય તે ખાશે જે તે દાણે, પણ વાવવાને ઉચે દાણે. બજારમાં ખાવાની ને વાવવાની બાજરીના ભાવ જુદા. આપણને સાત ક્ષેત્ર મલ્યા. ખેતર મળ્યાં છતાં આપણે તેમાં વાવી શકતા નથી. વાવ્યાનું ફલ કેટલું?
દુનિયાના ક્ષેત્રમાં હજારગણું થાય ત્યારે અહિ અનંતગણું થાય. એક વખત કરેલું સુકૃત દુષ્કૃતનું ઓછામાં ઓછું ફલ દશ ગણું હોય છે. કેટલાંક કર્મનું હજાર ગણું, લાખે ગણું હેય. આ વાત વિચારશે તો દેવાનંદાને ત્યાંથી મહાવીરમહારાજને ઉપાડ્યા અને ત્રિશલાના ત્યાં દાખલ કરાયા, પહેલા ભવમાં દેવાનંદાએ ત્રિશલાના રત્ન ઉપાડી લીધા તેને પરિણામે ચૌદભુવનમાં ન મળે એવા અને ત્રણભુવનને માન્ય એ પુત્રરત્ન ખેચે. એક વખત કરેલું પાપ તે દશ ગણું ભેગવવું પડે, એક કરેલું