________________
સાડાત્રીસમું] સદ્ધર્મદેશના–વિભાગ બીજે ૧૨૭ નેને વૃદ્ધપણું આવી પડે તે નિયમ નહિ. તેમ અહિ આવતે ભવ, જીવન તે તે નિયમિત છે. જગત જેના ઉપર જીવવાને આધાર રાખે તે અનિયમિત છે છતાં જગત તેના ભરૂસે ચાલે છે. જુવાની અને વૃદ્ધપણામાં ફાયદો થશે તેથી બાળપણમાં અને જુવાનપણામાં ઉદ્યમ કરો! જે અનિયમિત તેને નિયમિત ધારીને ચાલીએ છીએ તે પછી આસ્તિક નિયમિતને નિયમિત ધારીને ચાલે તેમાં નવાઈ શી. પાપ ન માને તેથી ફળ ચાલ્યું જતુ નથી.
દરેક શુભ ફલની ધારણું કરે છે. અશુભની ઈચ્છા કઈ કરતું નથી. જે ફલ થવાનું હોય તે ન ધારવાથી થતુ નથી તેમ નથી. નિષ્ફળતા પિતાના ઉદ્યમની ખામી અંગે થાય છે. જીવવાની ઈચ્છા તે ધારે કે ન ધારો પણ થવાની, નાસ્તિક જીવ પુણ્ય પાપ કર્મ પરભવ ન માને તેથી તે વસ્તુ ઉડી જવાની નથી. જેમ શિયાળીઓ સિંહ દેખી આંખ મીંચે તેથી તે સિહુના પજામાંથી છૂટતે નથી; તેમ પરભવ પુણ્ય પાપ દુર્ગતિ નરક સ્વર્ગને ન માને તેથી પાપ દુર્ગતિ થવાના હોય તે માટે તેમ નથી. આપણે માન્યતાના આધારે સૃષ્ટિ નથી તેમ અહિં પાપાદિ ચાલ્યા જવાના ? તે ના; પણ જે કાર્ય થવાનુ તે ઈચ્છા છે કે ન હે પણ થવાનું. માણસ આગ ન સળગાવે અને ઈચ્છા કરે કે ટાઢ જાય તે તે કેવી રીતે જવાની?તેમ અહિં કદી પરભવાદિને ન માને તેથી તેની ધારણા માત્રથી પરભવાદિ ચાલ્યું જતુ નથી. વૈરાગ્યની ધર્મની આસ્તિકતાની જડ કઈ? આ જીવને વારંવાર જન્મમરણ કરવાં પડે છે. કરેલા કર્મો ભેગવવા પડે છે તે આસ્તિકેની જડ છે. જન્મમરણને કોઈ પણ રોકી શકતુ નથી તે રોકાય કે છૂટે તેવી જ ચીજ નથી. તે ન માનીને બચાવ ન કર્યો તેથી શું થયું? શત્રુના સામર્થ્ય અને નુકશાનને ન માને તે શત્રુ ચાલ્યા જ નથી. તેમ અહિં આગળ પણ પાપને ન માને તેથી પાપ કે તેનું સામર્થ્ય કે નુકશાન ચાલ્યુ જતુ નથી.