________________
૨૨૦
પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
પ્રકરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં જેટલા આસ્તિકે છે તે સર્વ ધર્મનું તત્વ તરીકે ગણનારા છે. દરેક આસ્તિકે આ જીવને ભાડુતી ઘરમાં રહેલે ગણે છે. નાસ્તિકે ઠાઠઉમાં રહેલે જીવ ગણે છે. કેમ? ઠાઠડી બળે અને મડદું એ બળે. તેમ નાસ્તિકે શરીરના પ્રાણે ગયા એટલે જીવ જેવી ચીજ નથી માટે શરીર અને જીવ બંને બળી ગયાં, આ નાસ્તિકને જીવ અને શરીર બંને સાથે નાશ પામવાના ત્યારે આસ્તિકને શરીર સાથે જીવનું બળવાનું નથી. તેને તે જીવ અમર છે. શરીર બળે તે પણ જીવ બળવાવાળી ચીજ નથી. ભાડુતિ મકાન.
આસ્તિકે આ સંસારને મુસાફરખાનું, શરીરને ભાડુતિ મકાન ગણી શકે. આનું ભાડુતિ મકાન ધર્માદા આપે તે પણ લેવાને ઈચ્છીએ તેવું છે? છતાં આપણે તે કર્મોદયે લેવું પડ્યું છે. આને અંગે વિચારે! પહેલાં કર્મ રાજાએ પ્લેટ પાડ્યા અને જાહેર કર્યું કે આ પ્લેટે ઈજારાથી આપવા છે. ઈજારે પણ નીચેની શરતેએ.
અમે જે નકશે આપીએ તે પ્રમાણે મકાન બાંધવાં, જે પ્રમાણે કરાવીએ તે પ્રમાણે દરેક મિનિટે-દિવસે-મહિને–વધારતા રહેવું, અમે કહિયે તેમ તેનું રક્ષણું કરવા કટીબદ્ધ થવું, તે પ્લેટ લેતા પહેલાં જેટલા વર્ષ માટે લેવું હોય તેટલા વર્ષનું ભાડુ પહેલાં આપી દેવું, તેમાં કંઈ પણ ખામી-નુકશાન કરવામાં આવે તે આ ભાડામાંથી દંડ વસુલ કરીશું અને તે તમેને જણાવાશે નહી; તે મુદત પુરી થાય એટલે તમારે મકાન ખાલી કરવું! તેમાં રહીને જે મેળવ્યું હોય, બહારથી મેળવ્યું હોય તે બધું છેડી દઈને એકલા નીકળવું. આવી શરતેવાળે પ્લેટ કેણ ભાડે લે? વિચારે! એના કહ્યા પ્રમાણે મકાન કરવું, વધારવું, તપાસવું, રિપેરીંગ રાખવું, પહેલેથી ભાડું જમે કરાવવું, તેને દંડ વસુલ. ચાલુ વ્યવહારમાં પુરૂં થયા પહેલાં, મહિના પહેલાં નેટીશ અપાય છે તે પણ અહીં નહી; ઘરધણ ન ગણાય તેવી શરત. અને જે