________________
૨૧૧
બેંતાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ૨૧૧
1 વ્યાખ્યાન ૪૬ | 'वचनाराधनया खलु
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે-આ સંસારમાં દરેક આસ્તિક મતવાળા દેવ ગુરૂ ધર્મ ત્રણેને માને છે. જેનેરેને દેવ-ગુરૂ અને ધર્મ સ્વતવ છે.
કઈ પણ આસ્તિક મતવાળે દેવ ગુરૂ ધર્મની નાકબૂલાત કરતું નથી પરંતુ જૈનેતરોમાં દેવની માન્યતા સ્વતંત્ર, ગુરૂની માન્યતા અને ધર્મની માન્યતા પણ સ્વતંત્ર છે. જ્યારે જૈનેમાં ધર્મ દેવ ગુરૂની માન્યતા સ્વતંત્ર નથી, એકેની સ્વતંત્ર માન્યતા નથી. જેમ અન્ય મતવાળાઓએ પરમેશ્વરને જગતકર્તા માની લીધા. તેથી ગુરૂ ધર્મ સાથે સીધો સંબંધ નહી. ધર્મ છે કે ન હે પણ ધન માલ મિલકત બાયડી છેકરા કરીને માની લીધા તેથી ગુરૂને ધર્મ સાથે સંબંધ નથી. ઈશ્વરને ધમ કે ગુરૂ સાથે સંબંધ કંઈ નહી. ગુરૂને માટે અમુક ગાદીએ આવ્યા તેથી ગુરૂ, અમુક વેષવાળા, અમુક કુલ જાતમાં જગ્યા એટલે ગુરૂ, તેને ઈશ્વર અને ધર્મ સાથે કંઈ સંબંધ નહી. તેમ ધર્મને અંગે પણું ધર્મ માનવે તે ગુરૂ અને દેવ કહે છે કે નહીં? કહેલે છે કે નહીં? તે જોવાનું નહીં પણ સ્વતંત્ર માની લેવાને, માટે તેમને દેવ ગુરૂ ધર્મ સ્વતંત્ર માનવાના. જૈનેને તે પ્રમાણે માનવાનું પાલવતું નથી. મહેમાહે અપેક્ષાવાળા ઈશ્વર ગુરૂ ધર્મને, ગુરૂધર્મને, ધર્મ અને દેવને, દેવને ગુરૂને, તે એક એકની અપેક્ષા વગરના નહી. ખાટલામાં કયે પાયે કેને આધારે ખડે? એક સ્વતંત્ર ખડો નથી. એકને ઉભે રાખે તે એકે ઉભે ન રહે. પણ જોડાયેલ હોય તે ઉભા રહે, પણ સ્વતંત્ર ન ઉભું રહે. તેમ જેનેમાં દેવ ગુરૂ ધર્મ તે એકલાં સ્વતંત્ર નહી. દેવને ધર્મને જવા દઈને