________________
સાડત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૩૫ પોગલિક ઈચ્છાના કારણે વિપરીત દશાવાળે ગણે, જેને તે નથી પાલવતે. અજ્ઞાની હજી પાલવે છે. કારણ વિપરિત વિચારવાળે વિધાત્રાને ઉલ્ટી કરે. અજ્ઞાન ઉલટું નહિ કરે. અફીણ ખાઈને તેલ પીવે તેનું શું? તેમાં ઉપાય નહીં. અફીણ એકલું ખાધું હોય તે ઉલ્ટી કરાવીને બચાવી શકાય. અજ્ઞાની વગર તેલે અફીણ ખાવાવાળે, વિપરિત વિચારવાળે તે અફીણ ઉપર તેલ પીવાવાળો. ત્રણ ચીજ વિના મોક્ષ નથી.
જિનેશ્વર ભગવાને આ કલ્યાણને માટે કહ્યું છે. આટલી ચીજ જેને મગજમાં હોય તેવી ભક્તિથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે કલ્યાણ કરે તેથી નિશ્ચય. તે કરવું જ ! અહાય જેટલી લાલચ હાય, ભય હોય તે પણ મુખ્ય મુદ્દાથી ફરવું નહી, પણ કરવું છેજ. નિશ્ચય વગરને ભય ને લેભમાં લથડી જાય માટે પહેલાં નિશ્ચયની જરૂર. તેનું નામજ સમકિત. દેવગુરૂ ધર્મને માનીએ તે નિશ્ચયને અંગે, નિશ્ચય એકલો કર્યા છતાં સાધનની સમજણ ન હોય તે લાકડાના ઢગલા ફેંકવા જેવું થાય. છોકરાને લાકડાને ઢગલે ઓળંગવે પણ સાધનની સમજણ વગર તે કેમ એળગે તે વિચારે! સાધન જાણ્યું, સાધ્યને નિશ્ચય કર્યો પણ કરવું કરાવવું નહીં. તાડના ઝાડ નીચે બેઠેલે લુલે ઠીંગણે તે ભલે ફલ લેવાનો નિશ્ચય કરે, સાધન સમજે છે. પણ ચડે કયાંથી? તેમ અહીં નિશ્ચય સાધનવાળા થયા છતાં અમલમાં ન મૂકયું તે કાંઈ ન કરી શકે. જેઓ નિશ્ચયવાળા; સાધનની સમજણવાળા, અમલ કરવાવાળાને કાર્ય ગણાય. “યહ સર્જન” તે શ્રદ્ધા, નિશ્ચય, જ્ઞાન–તે સમજણ, ચારિત્ર–તે કિયા રચના. તે મેક્ષને માર્ગ છે. આસ્તિકાને તીર્થકર મહારાજે નિશ્ચય, સાધનથી સમજણ અને અમલ કરે તે આપણને જણાવ્યું છે. તત્ત્વ જાણ્યાં એટલે તમારો મોક્ષ થવાનો તેમ અહીં નથી. આ દર્શન પામ્યા એટલે પુરૂં થયું તેવું અહીં નથી. અહીં તે ત્રણે