________________
સાડત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે
૧૩૩ ન મળે તેથી હું માલિક? હું તે વગર આપી લઉં છું ને? પાછા મુકીને ચાલ્યા ગયે. પાછે વિચાર આવ્યું કે રસ્તામાં પડી ગયેલી ચીજ માલિકે સંભાળી નથી. તેની માલિકને કિમત નથી, મારે કિંમત છે. તે છતાં માલિક થતે મળશે તે દઈ દેશું, તેથી શું છે ! કામ પડશે તે તેને મુસાફરીને શ્રમ બચાવાશે, આગળ ચાલીને પાછો આવ્યે વિચાર્યું કે-માલિક બીજે રસ્તે ગયે હશે અને બીજે રસતે લેવા આવશે તે ! મારે લેવી નથી, પાછા આવીને મૂકી દીધી. પાછે વિચાર આવ્યું કે-મેટા રસ્તે ગયે હશે, માટે મળશે તે આપી દઈશું માટે લેવી. ત્યાં વિચાર આવ્યું કે આ મેટું શહેર છે તે તે મળશે કયાંથી! અને તે કયાં ખેળવાને ! માટે મુકી દીધી. શું થયું નથી લેવી તે નિશ્ચય ન હવાથી બાચકા ભર્યા.
તેમ જેને આસ્તિક્યને–સમકિતિને, જિનેશ્વરને, મેક્ષને નિશ્ચય નથી તે બીચારા અનંતી વખત અથડાય. અનંતી વખત ઓધા મુહપત્તિ લીધા તે બાવાના ફેરા જેવા, કારણ કરે ત્યાગ અને ઈચ્છા પગલિકની રાખે આથી અનંતા ચારિત્ર, દેશવિરતિની કરણું નકામી ગઈ. શામાં? તે અન્ય ઈચ્છાથી. ઈચ્છા વગરને ધર્મ કરે તે અમને પિષાય છે, આથી હરિભદ્રસૂરિજી કહે છે કે પૌગલિક ઈચ્છામાં પરોવાયેલે ધર્મમાં પોષાતું નથી. વિષય અને ગરલ અનુષ્ઠાન.
- પાંચ અનુષ્ઠાને છે. વિષાનુષ્ઠાન, ગરલાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તહેતુ, અને અમૃતાનુષ્ઠાન વિષ- તત્કાલ, ગરલ-ભવાંતરમાં. વગર સમજણે ધારણ વિના કરે, ગરલાનુષ્ઠાન પોષાતું નથી. કેમ? તે તે સાધ્યને ચૂકે છે. તેની સાથે સાધનને બદલે છે. કાલે આપીશ તે વાયદે સારે પણ તાંબાના રૂપિયાને રૂપિયે ગણવે તે તે ગુનેગારને? હા. પગલિક ઈચ્છામાં ઉતરે તે કામને નથી. અનાગાદિ કામનું રાખ્યું, ભરેસે કલાઈના લીધા અને રૂપિયાની ધારણાવાળે હોય તે આ રૂપિયે નથી તેમ સમજાવી શકાય. તેમ વિષાદિને કરનારે