________________
તેત્રીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે હરકેઈ ભેગ આપવું પડે છે તે આપીને પણ હું મારું નહિ આવી પ્રતિજ્ઞા તે અહિંસા તેનું નામ તે વ્રત. દરેક મતવાળાએ અહિંસા શબ્દથી માનેલી છે પણ સ્વરૂપ વિષય ફલેમાં ભેદ છે તે જાણવું જોઈએ તે જાણ્યા પછી વચનની આરાધનાએ ધર્મ કરી શકીએ તે સ્વરૂપ જે જણાવવામાં આવશે તે અધિકાર અગ્રે વર્તમાન,
* વ્યાખ્યાન ૩૩ 1 वचनाराधनया खलु
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણને કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ દુર્લભ એવુ મનુષ્યપણુ કેવી રીતે પામે છે? તેની રીતિ તપાસશે તે માલમ પડશે કે શાસ્ત્રકારે આપણુ જેવાને દુર્લભ કહે છે તેમ નહિ પણ ગણધર મહારાજ જેવાની આગળ મહાવીર મહારાજા. નિરૂપણ કરે છે કે-મનુષ્યપણું દુર્લભ છે. કા આવુ દુર્લભ મનુષ્યપણુ કેવી રીતે મેળવ્યું? પર - દુઇદે હુ માલુ મરે, હે ગૌતમ! આ સંસારમાં રખડતાં રખડતાં મનુષ્યપણુ પામવુ તે દુર્લભ છે. હંમેશાં કષ્ટથી પામી શકાય તેવી ચીજ હોય તે દુર્લભ ગણાય. સહેજે પમાય, તસ્વી વગર પમાય તે સુલભ, મનુષ્યપણું દુઃખે પમાય છે.
મનુષ્યપણામાં આવવાનું, ઉપજવાનું દુ:ખે છે. આવવાનું કેમ? સૂક્ષ્મ એકેન્દ્રિયમાં અનંતા કાળચકે પુદ્ગલપરાવર્તે સુધી આ જીવ રખડયા કર્યો છે તેને રખડતાં બાદરપણું મળવું મુશકેલ હતું. છતાં કઈ ભાગ્યાગે, જેમ નદીમાં ગેળ પત્થર ઘણું હોય છે, પહાડમાંથી નીકળેલે પત્થર અથડાતે કૂટાતે