________________
૧૧૬ પડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેને કહે તે કહે કે તમે કહે તે પણ મારે નથી માનવું, તેવાને શું કહેવું? તીર્થકર મહારાજા સેમેસર્યા એક જન સુધી વાયરે એ આવે કે ઝાડ-પત્થર–કચરે વિગેરે ઉડી જાય, તેથી જમીન સાફ થઈ જાય. તે વાયરે સચિત્ત કે અચિત્ત? તેથી થતી વિરાધનાથી શું થશે? તીર્થકરે તે જમીનને ઉપયોગ કર્યો અને તે જમીન પર બેઠા તેથી શું થશે ? આ રાયપસેણિસૂત્રના મૂલમાં, તેની લખેલી ટીકા-ભાષ્યમાં ભલે કહ્યું પણ તે મનાય કેમ? આવાનું સમાધાન શું? જેને દ્વેષ છે. જ્યાં રાગ જ થયે છે ત્યાં કહેલું માનવું છે અને અહિં મ્હાય જેવું સત્ય કહ્યું હોય તે પણ ન માનવું, તથા મૂઢ કહેલું ન સમજે. કહે કંઈને સમજે કંઈ તેવાઓને શું કહેવું! તેમ પહેલાને ભરમાએ હોય તે મનુષ્ય ઉપદેશ અને સમાધાનને લાયક નથી. જેને શંકામાંથી ખસવું નથી, સમાધાન માનવું નથી, જેઓ પહેલાને ભરમાએલા હેય તેઓ શંકા સમાધાન નથી કરતા અને તેમનું માનવું પણ નથી, તેઓને કઈ સ્થિતિમાં ગણવા? શંકાનું સમાધાન લઈને તેનાથી શંકા દૂર કરવી હોય તેવાને શંકા કરવાને નિષેધ નથી. અનુકરણીય વચન અરિહંતનું છે. '
શંકા થાય તે રેકતા નથી, પણ તેઓ સમાધાન ધ્યાનમાં લે! દરેક મતવાલાને પુછીએ કે જીવ-પુણ્ય-પાપ-આશ્રય-સંવર –મેક્ષ આ પાંચ ઈન્દ્રિય અને મનથી જણાય છે ? તે બધાને કહેવું પડશે કે એકે જણાતું નથી. અતીન્દ્રિયજ્ઞાનવાળે આ પદાર્થને જાણી શકે તે બધાને કબુલ કરવું પડે. ઈન્દ્રિયે અને મનથી જાણી શકાય તેમ તેનાથી કહી શકાય નહિ. એ અતીન્દ્રિય જ્ઞાન કબુલ કરે ત્યારે તે થાય કેને? જેમ નાના છોકરા રમતિયાળ ન હેય તે તે અભ્યાસ કરે, તેમ આત્માનું જ્ઞાન મેળવે છે? તે પુદ્ગલની પાજણમાં ન ગુંથાએલે હોય તે, પણ રાગ દ્વેષ દ્વારા ગુંથાએલે હોય તે જ્ઞાન મેળવી શકે નહિ. અને મલ્યું હોય તે ટકાવી શકે પણ નહીં. રાગદ્વેષની પલેજણ વગરને અને