________________
૧૧૮ ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન . વિચાર કરીને તેના પરિણામે સુંદર આવે તેવી પ્રવૃત્તિ કરનારે હોય તે વિવેકી. આ જિંદગીને અંગે ભવિષ્યના વિચારે તે તે ભલે એકેન્દ્રિય વિકલેન્દ્રિય અસંસી નથી કરતા. સંશી ઢોરઢાંખર મનુષ્ય તે પણ ભવિષ્યના વિચારે કરે છે પણ તે કયાં? દુઃખનું કારણ પામે તે ત્યાંથી દૂર રહે અને સુખનું કારણ હોય તે ત્યાં દોડીને જાય, ભવિષ્યના દુઃખના નિવારણ માટે, સુખ મેળવવા માટે ઢોરઢાંખર પણ વિચાર કરે છે, અને શરીર–સ્થાન-સંતાન તેને નુકશાન ન થાય માટે રક્ષા કરવા તૈયાર રહે છે. સંગીઓને દીર્ધકાલિકી સંજ્ઞા હેય છે.
શાસ્ત્રકાર કહે છે કે દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે લાંબા કાળને વિચાર હેવાને લીધે એક એક ઉપર સંજ્ઞી પંચેન્દ્રિયે ઝંપલાવતા નથી; વિકલેન્દ્રિયે એક ઉપર એક ઝંપલાય છે. તેના દાખલા તરીકે–એક ગામમાં ઘીને વેપારી છે તેને ત્યાં ઘીનાં કુલાં આવ્યાં છે. પાડેશીની દાનત બગડી તેથી તેને રાતેરાત કુલ્લાં ઉપાડયા તે ખરા પણ ચોરી કરી તેને રાખવાં કયાં? કેમકે પહેલી તપાસ પાડેશીની થાય. તે કેણ જેવી તે ગરાસીયાના ઘીની જેવી,
એક ઘીને વેપારી છે તેની જોડે ગરાસીઓ રહે છે. જ્યારે ઘરમાં કેઈ નહતું ત્યારે તે ગરાસીઓ ઘરમાં ગયે અને ઘી લઈ ફેંટામાં નાંખી બહાર નીકળે તેવામાં શેઠ સામા મળ્યા એટલે ગરાસીએ કહ્યું કે શેઠ! હું તમને મલવા આવ્યા હતા, તમે
ક્યાં ગયા હતા ? ત્યારે ઘરમાં રહેલો પોપટ કહે કે મારું કહ્યું કઈ માને અને આ ઠાકરને તડકે ઉભા રાખે ! શેઠે વિચાર કર્યો કે આને તડકે રાખવે શી રીતે ત્યારે શેઠ તડકે ઉભા રહા એટલે ગરાસીઆને ઉભુ રહેવુ પડયું. તડકાને લઈ થી ઓગળ્યું, આથી તેની ઘીની ચેરી છાની ન રહિ.
પાડોશી ઉપાડે તે તે કેટલું છાનું રહે ? ગામ પાસે ઘરે છે તેમાં કુલ્લ ઉતારી વધુ. ઘરવાળા શેરીવાળા સીપાઈઓ તપાસ