________________
તેત્રીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજો સમ્યકત્વની ઓફિસ.
સમક્તિમાં આયુષ્ય બાંધેલુ હોય તે તે વૈમાનિકમાં જાય. સમક્તિની ઓફીસ બુઠી પડે તે પણ તે રદ ન કરી શકે, એ જે પાસપોર્ટ-સર્ટિફિકેટ બન્યું તેમાં ફેરફાર થાય નહિ, થ જોઈએ નહિ. આટલું બધું નિયમિત થતું જાય તેવી સમ્યકત્વની ઓફિસમાં દાખલ થવું તે મનુષ્ય જિંદગીની કિમત છે. સમતિમાં તિર્યંચો દાખલ થાય ખરા પણ મેટો પ્રભાવ તે મનુષ્યમાં છે. ભવિષ્ય સારૂ હેય તે બચાવવાની બુદ્ધિ થાય.
મેઘકુમારના જીવે સસલાને બચાવવા માટે પ્રાણુ અર્પણ કર્યો. જંગલી પ્રાણી કઈ દશામાં હશે કે પારકાના પ્રાણ બચાવવા પિતે તૈયાર થયે હશે તે વિચાર! જે જંગલી હાથી દૂરથી માણસ-જાનવર દેખીને ત્રાટકીને મારનારો, તે પ્રાણીના બચાવ માટે પિતાને પ્રાણ આપનાર કેમ બન્યા ! અઢી દિવસ સુધી પિતાને પગે ઉભે રાખે. હાથીને પગ ઉભે રાખો કેટલે મુશ્કેલ છે તે તમે અડધો કલાક રાખીને જુઓ તે માલુમ પડે ! તે પછી હાથીને કેમ થયું હશે? પહેલાં પરિણામને ૫ટે કેવી મુશ્કેલીમાં આવ્યું હશે ? આ મરી જશે માટે એને બચાવ તે બુદ્ધિ આવવી તે ભવિષ્ય સારું હતું તેથી આવી; મનુષ્યને મરી જશે માટે બચાવે તેવી બુદ્ધિ ન આવે તો તેને કેવો ગણવે ? મધુબિદુના દષ્ટાંતમાં આ વાત આવે છે તે વિચાર! હાથી જંગલમાં આવી ચડેલાને મારવા માટે કઈ રીતિ એ હલાવતું હશે કે પેલે મુસાફર ઝાડ ઉપર ચડી ગયે અને ડાળે લટકયે હાથીનું ત્યાં ચાલતું નથી આથી ઝાડને હલાવીને પાડી નાંખું તે તે પકડાય ! હાથી બીજાને મારવા માટે કેટલી તરકીબ કરનાર છે. તે હાથી જ્યારે સુંદર વિચારમાં આવ્યું ત્યારે બચાવું તેવા પરિણામ થયા. જ્યારે મનુષ્યપણું પામનારા, પિતાને જૈની કહેવડાવનારા, સાધુપણાને નામે ગુજારો કરનારા તેરાપંથી કહે છે કે બચાવવાથી પાપ લાગે!