________________
૯૮
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તારવાની બુદ્ધિ જોઈએ, સૂફમએકેન્દ્રિયાને તારવામાં કે બચાવવામાં મુકેલ છે મનુષ્ય અને તિર્યંચને ધર્મમાં આવવાનો સંભવ છે, એકેન્દ્રિય વિકલેન્દ્રિયની હિંસા ટાળે તે બચાવવા માટે કે તારવા માટે? મરવાથી બચાવ; તારી દીધો એટલે બચ્ચે. એકાંતમાં જ્યાં જાવડ આવડ ન થાય તેવી જગે પર મૂકે તે તેને પીડા–કિલામને ન થાય તેથી તેવી રીતે મુકે સંઘારવા હાદિયા નિવારવા સંઘદ્રો સુદ્ધાં ન થાય તેવી જગે પર મૂકવા, તે બચાવવા માટે કે તારવા માટે? ડાથી તે જંગલી,માલમ પડે ત્યાંથી મારવા દેડવાવાળે તે કેટલા પલટામાં આવ્યું હશે કે સસલાને માટે અઢી દિવસ પગ ઉભે રાખે, આ કારણે તે નીચે પડ્યો. આ તે “નમાજ પઢતાં મજીદ કોટે વળગી.” પારકાને માટે સહન કરનારને નીંદવાવાળા એવા આપણે સહન ક્યાંથી કરી શકીએ ! નાસ્તિકના શબ્દો રાખ્યા છે-“ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો.” ઘરના છોકરા કરતાં ઉપાધ્યાયની કિમત ન ગણતો હોય તે જ આવુ બોલે. જે ઉપાધ્યાયને ધર્મદાતા, દશન-જ્ઞાન વિગેરેને દેનાર માનતે હોય તે ઉપરનું વાક્ય એલી શકે ખરે? ના. તેમ હાથીનું દેખીયે તે નમાજ પઢવા જતાં મરજીદ કોટે વળગી. હાથીની ભાવના.
જંગલી હાથી મર્યો, કઈ દિશા આવી? સુધા તૃષાથી પીડાયેલે મર્યો. જેમ મજુરને ભુખ સહન કરવી મુશ્કેલ, મજુર મહેનત સહન કરે પણ તરસ ન સહન કરે. તેમ ભુખ તરસ જંગલી હાથીને સહન કરવી તે કેટલી મુશ્કેલી તે વિચારો. તેના પરિણામ કેટલા ઊંચા ? મેં સસલાને બચાવ્ય! મારી જિંદગી સફલ થઈ! બચાવ્યાનું જગલી હાથી અનુમોદન કરે છે કયારે? તે મરવા પડ્યો છે તેવા વખતે; હાથીને ખોરાક વાએ ઉડ્યો નથી આવતે, ભૂખ્યા તરસ્યા તે પણ ક્યાં સુધી ? મરણ સુધી, મરણ સુધી તે ભૂખ તરસ વેઠે છે છતાં લક્ષ કયાં? મેં બચાવ્યો !