________________
ડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તીર્થકરની દીક્ષામાં પણ સ્ત્રીનું રૂદન.
ધર્મને ધક્કો માર હોય તે દયા શબ્દ વાપરે. કઈ દીક્ષિત થતું હોય ત્યારે એની બાયડી આવી સ્થિતિમાં છે. આવી દયા બતાવે છે ને ? દયા એક ડગલામાં દેખાડનારાએ બજારમાં ઠરાવ કર્યો હોત કે બાયડીની વિધવાની ઘરડાની મિલકત ઉપર પા ટકા વ્યાજમાં વધારે મળે અને તેવું કરવા માટે કેટમાં અરજી કરીને કાયદે કરાવ્યા ? જે આસામી કાચી પડે તેમાં બાઈનું લેણું પહેલું પતાવવું તેવું કર્યું? ના. દયાના દીકરા બન્યા ખરા? ઘેરે પાંચ પકવાન્ન કરીને ખાવા માંડયા તે વખતે તે થયું લાવ” ન્યાતજાતમાં જે સામાન્ય હેય વિધવા આદિ હોય તેને જમાડીને જમેઆ વિચાર પણ આવતે નથી દયાના દીકરા છે ને? ત્યારે કહો કે કેવલ સાધુપણામાં આડખીલી કરવામાં દયા આવીને ઉભી રહે છે. ઘરે મજુર હોય તેમાં વધારે દયાની ખાતર પૈસા આપ્યા ? બાઈ મજુરણને ઓછું કેમ આપ છો ? મજર બાબતની ખાવા પીવામાં દયા જાણી નથી. આથી તમે તમારા વ્યવહારમાં દયાનું દેવાળું કાઢયું છે અને સંયમને સોટીઓ મારવા માટે દયા આગળ કરો છે.
તીર્થકર મહારાજ જ્યારે દીક્ષા લે ત્યારે તેમના કુટુંબીઓ સારૂં માનતા હશે? “પીયા ખણખણ (ખીણ ખીણ) રેવે તે પૂજાની ઢાળમાં બેલે છે ને? અમદાવાદના એક શેઠ જેઓ કોન્ફરસના હિમાયતિ છે, તેઓ કહે છે કે રજા વગર દીક્ષા આપવી નહિ. શેઠને કહ્યું કે મારે તમને જા વગર દીક્ષા આપવી નહિ, અને તમારે માટે મારે પ્રતિજ્ઞા–કે તમને આપવી નહિ, અને તમારે લેવી નહિ. પણ એક કામ કરો તમે ખાનગી તરીકે ઘેર જઈ બાયડીને કહો કે મારે દીક્ષા લેવી છે તે વખતે તમને કોણ ચાંલે કરીને નાળિયેર આપે છે તે જુઓ! દીક્ષાને દુનિયામાંથી કાઢી નાંખવી છે માટે તેને આ ધંધે છે કે દીક્ષા બંધ કરવી દીક્ષિતેને ભાંડવા. તમને આ વીશીઓથી એક સરખે