________________
૭૦
ષોડશક પ્રકરણ [ વ્યાખ્યાન માટે જેને પોતાની જિંદગી કુરબાન કરી છે, મહિનાના ઉપવાસ લાખ વર્ષો સુધી પૂર્વભવમાં ભગવાને કર્યા મહાવીર ભગવાનને તીર્થકર નામકર્મ કેમ બંધાયું ? એક લાખ વર્ષ સુધી લાગલગાટ માસખમણ કર્યા તેમાં કેટલે ભેગ આપે તે વિચારશે તે માલમ પડશે. જેને દુનિયાની દયા ખાતર જિંદગીનો ભેગ આપે, તેવા જીવોને વરાધિ હોય છે. વરાધિવાળા કેડ બાંધનારા, તે જ જગતને ઉદ્ધાર કરે તે શી રીતે ? જેમ અંધારામાં રખડતાને દીવાથી બચાવે, તેમ આ ભવથી બચાવવાને રસ્તે ક? દેશનાદ્વારા. માટે જ હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું કેતીર્થકરના વચનની આરાધના કરે તેજ આ આત્મા ધર્મ પામી શકે, નહી તે નહી. તે તીર્થકરનું વચન છે તે શાથી જાણવું? કારણ કે તે રજીસ્ટર નથી, વચને આર્ય માત્રને વારસામાં મળેલા છે. તીર્થકરેનાં વચન છે તેમ શાથી સમજવું? વક્તા દ્વારા સ્વરૂપ વિષય, ફલદ્વારા પરીક્ષા કરવાની. અને તે આરાધવામાં ધર્મ કેવી રીતે થાય તે અધિકાર અગ્રે વર્તમાન.
* વ્યાખ્યાન ૩૧ F 'वचनाराधनया खलु' બધા આસ્તિક એકમત,
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતા થકા પડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે–આ સર્વ આસ્તિકવર્ગ તે એક માન્યતામાં મતભેદ વગરને છે. જગતમાં જે જે આસ્તિકે છે તે મેક્ષ-આત્મા-કર્મ-પરભવ, કર્મના આધારે ગતિ અને સુખ દુખ માનનારા છે. તે આસ્તિકે એક બાબતમાં એકમાતે છે. કઈ બાબતમાં? જીવ માત્ર અહિંથી