________________
२७
છવીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે વચન ઉપર આધાર રાખે છે, તેમના વચનેને આપણે માનીયે. તે નથી કરવાનું કહેતા કે નથી ફરી જવાનું કહેતા પણ જે કરવાથી ઈષ્ટની સિદ્ધિ થતી હોય, જે કરવાથી અનિષ્ટ બનતું હોય તે બતાવે; જિનશાસન ઈષ્ટના કારણે અને અનિષ્ટના કારણે બતાવીને હિતાહિત જણાવનાર છે. પણ હુકમદ્વારાએ હું કહું છું માટે આમ કરશે તેવું કંઈ નહી. આ કરવાથી આટલું ઈષ્ટ, આ કરવાથી આટલું અનિષ્ટ થાય છે. તેને ઈષ્ટ હેય તે રસ્તે અને અનિષ્ટ ન હોય તેવે રસ્તે જા ! આવી રીતના જીનેશ્વરના વચને છે. તે વચને જ્યારે શ્રદ્ધા ગત થાય ત્યારે એના અનુસારે આ રખડું . પટ્ટી શાથી થઈ, શાથી બચીએ તે વિચારમાં આવે. માટેજ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે માવતરવાર'' આત્મા–શુદ્ધ ચૈતન્યમય શુદ્ધ સ્વરૂપવાળે છતાં રખડવાવાળો, કષાય અને ઈન્દ્રિયની લડાઈમાં હારી ગયેલ છે. ઈન્દ્રિય કષાય પાછળ ઉત્પાત કરનારી છે.
સંસાર અને મોક્ષ તે બહારની ચીજ નથી પણ અંદરની ચીજ છે કષાય અને ઇન્દ્રિયથી જીતાયેલું છે. જે આત્મા તે સંસાર છે. જેને કક્ષા નથી જીત્યા તેનાથી ઈન્દ્રિયે નથી છતાતી, કષાયના હાથાથી ઇન્દ્રિયો અનર્થ કરે છે, તે હાથે ન હોય તે અનર્થ નથી કરી શકતી; વીતરાગ કેવલિ મહારાજ પાંચે ઈન્દ્રિયવાળ છે, તેઓ ઈન્દ્રિયેથી તેના વિષયે જાણે તે ના. ઈન્દ્રિયે છતાં તેનાથી ન જાણે તે કેમ બને ? પહેલાં પુછનારે ધ્યાનમાં રાખવું કે સતીઓ સતીએ પુછે તે ૪૯ થયા, તેમાં એક સતીયું સતીયું એમ ગણીને કહે છે. આ ક્ષપશમ ઈન્દ્રિયે એક બે ત્રણ ચાર સાત એવી રીતે ગણવા જવું. કેવલજ્ઞાનથી સંપૂર્ણ અવયવ આવે, સીધુ જણાતું હોય તે ઈન્દ્રિયદ્વારા જાણવા કેઈ બેસે નહી. .
આથી ખુલાસે થયે કે જે આ કુતર્કવાદી હતા તેઓ કહે કે તમારા સર્વજ્ઞ ભગવાન બધું જાણે! બરોબર જાણે! તે જે આ વિષ્ટા ખાય તેને સ્વાદ આવે તે તમારા સર્વજ્ઞ જાણે કે નહીં?