________________
૫૨
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન
અનંતા કર્યા અને મેળવ્યું શું? તે કંઈ નહિ, દરેક જન્મે મેળવ્યું અને મેલ્યું, બીજો ઉપાય જ નહી. જ્યાં ઉપાય હોય ત્યાં વિચાર કરવાનું રહેને! નિરૂપાય વસ્તુમાં બુદ્ધિમાનને વિચાર કરવાને ન હોય. કોઈ બુદ્ધિમાન આકાશમાં કુલ કેમ ઉગતુ નથી, ઘોડાને શીંગડા કેમ નથી ઉગતા, એ વિચાર કરે છે? ના કારણ? તેમાં ઉપાય નથી, નિરૂપાય વસ્તુ માટે બુદ્ધિમાનને વિચાર કરવાનું રહેતું નથી. દરેક કુલ–નિમાં જન્મ લે ત્યાં મેળવવું અને તે મેળવેલું મેલવું પણ સાથે કંઈ લઈ જવાનું નહી. નથી જન્મ બંધ થત, નથી મેળવવું બંધ થતું, નથી મેળવવાનું બંધથતું; કેમ તે તેને ઉપાય જ નથી. વાત ખરી – પણ ઉપાય નથી કેને? જેમ પાંગળાને ફલથી ભરેલા ઝાડ ઉપરથી ફલ લેવાને રસ્તે નથી, તેમાં પાંગળ અને લુલાને ઉપાય નહી જેને હાથ પગ સાબીત છે, તે કહે કે ઉપાય નથી તે તેવા મનુષ્યને માણસાઈવાળે ગણ કે કેમ? તે વિચારો ! તેમ અહીં જન્મ મરણ–જ રા થાય તેમાં મેળવીને મેલવું પડે છે તે તે બંધ કરવાને ઉપાય છે ? હા.
મેળવેલું મેલવું પડે નહી તે ઉપાય છે! પોતાની ચીજમાં પણ જર–જેરૂ-જમીન પારકી. જેમ આંગળીથી નખ વેગળા એટલા વેગળા. આત્માનું અને જરાદિનું સ્વરૂપ છ્યું? પારકું મેળવે અને રાખવા માંગો તે રહે કેટલું? તેને ઉપાય જડે કેમ? તે તે બને નહી, માટે તેમાં નિરૂપાય. શૂરાસરદારના હાથમાં હથિયાર હેય અને શત્રુના વચને સહન કરે છે તે ક્ષત્રિયને લજજાસ્પદ છે; તેમ તું પણ આત્માને અનંતશક્તિને ધણું માને છે કે નહી ? સુભટ છે, શરુ છે, વિચાર કર કે અનાદિ કાળથી તને બળ મળતું આવ્યું છે, બલ તે તે આત્માનું એજાર છે, કયું બલ? કાયા, કાયા દ્વારાએ અનાદિ કાલથી તું બલને ધારણ કરનારે છે, કયા ભવમાં તને કાયા નહોતી મળી. એક પણ જન્મ આ જીવને કાયાના બલ વગરને નહોતે.