________________
સત્તાવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે નાને ભડકે હેય તે કામ લાગે. તેમ જે વચનની પરિણતિ વગરનુ સભ્યત્વનુ દેશવિરતિનુ, સર્વવિરતિનું અનુષ્ઠાન તે બધા ઘાસના ભડકા સરખા છે.
કાર્ય કયારે બને? વચનની પરિણતિ થાય ત્યારે આ જીવે અનંતી વખત ધા–મુડપત્તિ–ચરવળા-કટાસણ કર્યા છતાં કેમ ઠેકાણું ન પડયું? તે વચનની પરિણતિ થઈ નહોતી તેથી, વચન પરિણતિ નહિ થયેલી હોવાથી સમ્યકત્વ-દેશવિરતિની કરણ ઘાસના ભડકાની સ્થિતિમાં રહી. અને જ્યાં વચનની પરિણતિ થઈ ત્યાં કંઈ ન કરે તે યે મોક્ષને લાયક અર્ધ પુદ્ગલપરાવર્તની છાપ. આ છાપ વચનની પરિણતિ વાળાને, પણ સમકિત-દેશવિરતિ-સર્વ વિરતિની કરણને નહીં. વરની મા વરને વખાણે તેમાં વરની આબરુ નથી વધતિ. અહિં આગળ તમે જિનેશ્વરના વચનનેજિનેશ્વરના મતને અનુસરીને વખાણે તેથી જિનવચનની કિંમત થઈ ગઈ એમ નહીં પણ બીજે વખાણે ત્યારે કિમત થઈ ગણાય. તમે જિનમતના અનુસરનારા થઈને વખાણે તેમાં નવાઈ શી? જૈનશાસનના હિસાબે સમ્યકત્વ-દેશવિરતિ અને સર્વવિરતિનીકરણ કરતા આત્માને છાપ આપનારા મહષિઓ વચનની પરિણતિ અને તેની વાત બીજાની અપેક્ષાએ સાબીત કરવા તૈયાર છે. વેદાંતિ વિષ્ણુ જૈનવચનને સારું કહેવા નહી આવે, પણ એક વાત ધ્યાનમાં રાખવી કે-બાયડી ધણીનું સાક્ષાત્ નામ નહી લે પણ આડકતરું નામ લેશે. સાક્ષાત્ નહી કહે પણ યુક્તિમાં આવશે ત્યારે હા! હા ! કરવી પડશે. હવે કઈ યુક્તિ છે કે જેથી તેને કબુલ કરવું પડે, પણ નામથી ન બેલે. યુક્તિવાળું વચન માનવા લાયક
તે મહર્ષિઓને પણ કેટલાક અવળી રીતે ગોઠવે છે. તેને અવળી રીતે કેવી રીતે ગોઠવે છે? તીર્થકર અને અન્ય મતમાં પક્ષપાતવાળા નથી. તે તે મતભેદને સહિષ્ણુતાવાળા હતા તેજ