________________
' [૩૧]. હોય એમ લાગતું. શ્રી યશોયિજયજી મહારાજ કૃત દ્રવ્યગુણ- - પર્યાયના રાસમાંથી એક ગાથા તે પ્રસંગે તેમણે સંભળાવી. તે હજી મારા મરણમાં જેવી ને તેવી તાજી પડેલી છે.
એ ગે જે લાગે રંગ, આધા કર્માદક નહિ ભંગ; સમ્મતિ ગ્રંથે ભાખ્યું ઇસુ તે તે બુધજન મનમાં વસ્યું.
આ ગાથાનું વિવેચન કરતાં તેમણે જે નવી દૃષ્ટિ આપી તે ભૂલાય તેમ નથી.
દેહદષ્ટ અને આત્મદષ્ટિ એ બે દષ્ટિ છે. જ્યાં દેહદષ્ટિ છે ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં બંધન છે અને જ્યાં બંધન છે ત્યાં દુઃખ છે. તે જ પ્રમાણે જ્યાં આત્મદષ્ટિ છે ત્યાં જ્ઞાન છે.
જ્યાં જ્ઞાન છે ત્યાં મુક્તિ છે અને જ્યાં મુક્તિ છે ત્યાં સુખ છે. એજ વાત. તેમણે બીજી રીતે સમજાવી. “જ્યાં દેહભાવ છે ત્યાં મિથ્યાત્વ છે. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં સંસાર છે. જ્યાં આત્મભાવ છે ત્યાં સમક્તિ છે અને જ્યાં સમક્તિ છે ત્યાં મોક્ષ છે.?
આત્મદષ્ટિ મેળવવા માટે ઉત્તમ ગ્રંથનું વાચન કરવું એટલું જ નહિ પણ તેનું મનન અને ચિંતન કરવું અને. નિદિધ્યાસન કરવું અને તે જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો. તેમણે એક પદ મને આપ્યું તે જીવન વિકાસના મહામંત્ર સમું બની ગયું છે. તે પદથી મને પરમ શાંતિ મળી છે. તે પક: આજે પણ પ્રેરણા આપી જાય છે. નવું જીવનદર્શન આપે છે.